એક્ટરનું રહસ્યમય મોત:સિદ્ધાર્થ શુક્લાની છેલ્લી ક્ષણો કેવી હતી? બેડરૂમમાં એ ભેદી વ્યક્તિ કોણ હતી?

મુંબઈએક મહિનો પહેલા
  • સિદ્ધાર્થને સૌ પહેલાં કોકિલાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

'બિગ બોસ 13' વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ શુક્લાનું મોતનું રહસ્ય હાલ ઘેરું બન્યું છે.

માતા રીટા સાથે સિદ્ધાર્થ
માતા રીટા સાથે સિદ્ધાર્થ

વેબ પોર્ટલ પિપિંગ મૂનના અહેવાલ પ્રમાણે, સિદ્ધાર્થના ઘરે પહેલી સપ્ટેમ્બરના રોજ એક મિત્ર રોકાયો હતો. તે રાત્રે પણ ઘરે જ હતો. બીજા દિવસે સવારે એટલે કે બીજી સપ્ટેમ્બરે જ્યારે તે મિત્રે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સિદ્ધાર્થ બેભાનવસ્થામાં હતો. તેણે તરત જ સિદ્ધાર્થની માતાને આ વાત જણાવી હતી. સિદ્ધાર્થની માતાએ તરત જ એક્ટ્રેસ શહનાઝ ગીલને આ અંગે જાણ કરી હતી.

પોલીસને તાત્કાલિક ઇન્ફોર્મ કર્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મિત્રે પોલીસને પણ જાણ કરી હતી. મિત્ર સિદ્ધાર્થને લઈને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

શહનાઝ સાથે સિદ્ધાર્થ
શહનાઝ સાથે સિદ્ધાર્થ

ત્યારબાદ સિદ્ધાર્થની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં સિદ્ધાર્થની બોડી પર કોઈ પણ જાતની ઈજાના નિશાનો મળ્યા નહોતા. પોલીસ હાલમાં શંકાસ્પદ મોતની દિશામાં તપાસ કરી રહી છે.