તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીતા બિજલાણીનો બર્થડે:સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા, એક્ટ્રેસે જણાવ્યું

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 જુલાઈના રોજ સંગીતાનો 61મો જન્મદિવસ

'ત્રિદેવ', 'વિષ્ણુદેવા', 'યુગાંધર' જેવી ફિલ્મની એક્ટ્રેસ સંગીતા બિજલાણી 61 વર્ષની થઈ ગઈ છે. 9 જુલાઈ, 1960ના રોજ મુંબઈમાં જન્મેલી સંગીતાએ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સાથે 1996માં લગ્ન કર્યા હતા અને 2010માં અલગ થઈ ગઈ હતી. આ પહેલાં સંગીતાના લગ્ન સુપરસ્ટાર સલમાન સાથે ફિક્સ થઈ ગયા હતા. જોકે, પછી આ લગ્ન કેન્સલ થયા હતા.

કેવી રીતે આજે પણ મિત્રો છે?
લગ્ન તૂટ્યા બાદ પણ સલમાન તથા સંગીતા ખાસ મિત્રો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સંગીતાને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે બ્રેકઅપ બાદ પણ સલમાન સાથે તેની મિત્રતા કેમ આટલી સ્ટ્રોંગ છે? સંગીતાએ જવાબ આપ્યો હતો કે કનેક્શન ક્યારેય તૂટતા નથી. પાર્ટનર્સ, સ્કૂલ ફ્રેન્ડ્સની સાથેનો તમારો પ્રેમ ક્યારેય પૂરો થતા નથી. લોકો આવે છે, જાય છે, લાઇફમાં કંઈ જ કાયમી હોતું નથી. તમે સંબંધમાં ગુસ્સો તથા કડવાશ રાખો તે ઠીક નથી. એક સમયે તમે પરિપક્વ થઈ જાવ છો. જીવનમાં એક સમય એવો પણ હતો કે તે મૂર્ખ હતી અને બાલિશ હરકત કરતી હતી, પરંતુ હવે તે મેચ્યોર થઈ ગઈ છે. જીવન અનુભવોથી ભરેલું છે.

છેલ્લી ઘડીએ લગ્ન તૂટી ગયા હતા
27 મે, 1994ના રોજ સલમાન તથા સંગીતના લગ્ન થવાના હતા. જોકે, ઝાસિમ ખાનના પુસ્તક 'બીઇંગ સલમાન'માં આ વાત કહેવામાં આવી છે. સંગીતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સલમાને જ લગ્ન માટે 27 મેનો દિવસ પસંદ કર્યો હતો, કારણ કે પરિવારે મંજૂરી આપી દીધી હતી. જોકે, તેનો પરિવાર કંઈક અવઢવમાં હતો.

કેમ લગ્ન ના થયા?
કહેવાય છે કે સંગીતા સાથે લગ્ન ફિક્સ થયા બાદ સલમાનની નિકટતા સોમી અલી સાથે વધી ગઈ હતી. આ જ કારણે લગ્ન તૂટી ગયા હતા. સંગીતાએ કહ્યું હતું કે લગ્નના એક મહિના પહેલાં જ તેને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેણે સલમાનનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને તેને લાગ્યું કે તે લગ્ન માટે લાયક નથી. આટલું જ નહીં તેને એમ પણ લાગ્યું કે સલમાન તો બોયફ્રેન્ડ બનાવવાને પણ લાયક નથી. આ સમય તેના માટે ઘણો જ ખરાબ રહ્યો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન
સલમાન સાથેના બ્રેકઅપ બાદ સંગીતાએ અઝહર સાથે લગ્ન કર્યા હતા. 90ના દાયકામાં બંને એક જાહેરાતના શૂટિંગ દરમિાયન મળ્યા હતા. તેમની વચ્ચે મુલાકાતો થઈ હતી અને થોડાં વર્ષ ડેટ કર્યા બાદ 1996માં તેમણે લગ્ન કર્યા હતા. 14 વર્ષ બાદ 2010માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા.