યાદોમાં ટ્રેજેડી કિંગ:દિલીપ કુમાર કેટલી સંપત્તિ છોડીને ગયા? સામાન્ય દરજી પાસે કપડાં સીવડાવતા ને અઠવાડિયે કરાવતા શેવિંગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ કુમારને છેલ્લી ફિલ્મ માટે 12 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.

98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું 7 જુલાઈના રોજ નિધન થયું હતું. એ જ દિવસે સાંજે દિલીપ કુમારની દફનવિધિ કરવામાં આવી હતી. દિલીપ કુમારના અવસાન બાદ ઘણાં ચાહકોના મનમાં એ સવાલ પણ આવ્યો હતો કે દિલીપ કુમાર પાસે કેટલી સંપત્તિ હતી. દિલીપ કુમારની લાઇફસ્ટાઇલ કેવી હતી.

સેલિબ્રિટી નેટ વર્થના એક રિપોર્ટ પ્રમાણે, દિલીપ કુમાર પાસે 85 મિલિયન ડોલરની સંપત્તિ હતી. એટલે કે ભારતીય ચલણ પ્રમાણે તેમની પાસે 627 કરોડ રૂપિયા હતા. 50ના દાયકામાં દિલીપ કુમાર એક ફિલ્મ માટે એક લાખ રૂપિયા લેતા હતા. તે સમયે દિલીપ કુમાર સૌથી મોંઘા એક્ટર્સમાંથી એક હતા. તેઓ રાજ્યસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હતા. તેઓ 3 એપ્રિલ, 2000થી 2 એપ્રિલ, 2006 સુધી સભ્ય રહ્યા હતા.

છેલ્લી ફિલ્મ માટે 12 લાખ મળ્યા હતા
દિલીપ કુમારે છેલ્લી ફિલ્મ 12 લાખ રૂપિયામાં સાઇન કરી હતી. ફિલ્મની ફી દિલીપ કુમારને રોકડમાં મળી હતી. નવાઈની વાત એ છે કે આ રોકડ રકમ તેમણે ડ્રાઈવરના હાથે સાયરાબાનો પાસે મોકલાવી હતી. જોકે, આ ફિલ્મ ક્યારેય બની જ નહીં.

પારસી ફેમિલીએ બંગલો ગિફ્ટમાં આપ્યો છે
દિલીપ કુમારનો પોતાનો બંગલો છે, તે પારસી પરિવારે ગિફ્ટમાં આપ્યો હતો. આ પારસી પરિવાર દિલીપ કુમારના ઘણાં જ મોટા પ્રશંસક હતા. જોકે, દિલીપ કુમાર પત્ની સાયરાબાનોના બંગલામાં રહેતા હતા. આ બંગલો દિલીપ કુમારના બંગલાથી થોડેક જ દૂર છે.

સામાન્ય દરજી પાસે કપડાં સીવડાવતા
દિલીપ કુમાર આટલા મોટા સ્ટાર હોવા છતાંય તેઓ મુંબઈના પાલી નાકા પાસે આવેલા એક દરજી પાસે પોતાના કપડાં સીવડાવતા હતા. તેઓ બાંદ્રામાં રહેવા આવ્યા પછી પણ આ જ દરજી પાસે કપડાં સીવડાવતા હતા. આટલું જ નહીં તેઓ મહિને એક વાર વાળ કપાવતા હતા. તેઓ રોજ શેવિંગ પણ કરતા નહોતા. તેઓ જ્યારે મહત્ત્વની મિટિંગ કે પછી શૂટિંગ હોય તો જ શેવિંગ કરાવતા હતા. સામાન્ય દિવસોમાં તેઓ અઠવાડિયે કે 15 દિવસે શેવિંગ કરાવતા હતા.

ફેવરિટ ફૂડ
દિલીપ કુમાર હંમેશાં પોતાની મરૂન રંગની મર્સિડિઝ બેન્ઝ કારમાં જ ફરતા હતા. તેમનું ફેવરિટ ફૂડ બિરયાની તથા વેનિલા આઇસક્રિમ હતો.

અન્ય સમાચારો પણ છે...