'પાવર કપલ'ની નેટવર્થ:પ્રિયંકા ચોપરા-નિક જોનસની કેટલી સંપત્તિ છે? વર્ષે કેટલી કમાણી કરે છે?

મુંબઈ6 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે

પ્રિયંકા ચોપરા હાલમાં સો.મીડિયા અકાઉન્ટના બાયોમાંથી 'ચોપરા તથા જોનસ' સરનેમ હટાવવાને કારણે ચર્ચામાં આવી છે. પ્રિયંકાએ સરનેમ હટાવતા એવી ચર્ચા થવા લાગી કે તે તથા નિક અલગ થઈ રહ્યાં છે. જોકે, પછીથી એ વાતનો અંદાજ આવી ગયો હતો કે પ્રિયંકાએ પતિ નિકના નવા કોમેડી શો 'ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ'ના પ્રમોશનના ભાગરૂપે આમ કર્યું હતું. 'GQ' મેગેઝિનના અહેવાલ પ્રમાણે, પ્રિયંકા તથા નિક બંનેની નેટવર્થ અંદાજે 734 કરોડ રૂપિયા છે.

પ્રિયંકા-નિકની સંપત્તિ પર એક નજર...
1. પ્રિયંકા ચોપરાઃ ફોર્બ્સ ઇન્ડિયાઝ 2019 સેલિબ્રેટી 100 લિસ્ટ

'ફોર્બ્સ ઇન્ડિયાઝ 2019 સેલિબ્રિટી 100 લિસ્ટ'માં પ્રિયંકા 14મા સ્થાને હતી અને તેની વાર્ષિક આવક 23.4 કરોડ રૂપિયા હતી.

2. પ્રિયંકા ચોપરાઃ હોલિવૂડમાં કરિયર
પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અમેરિકન ડ્રામા સિરીઝ 'ક્વૉન્ટિકો'માં કામ કરનારી પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય છે. આ સિરીઝ 2015માં આવી હતી. આ સિરીઝના એક એપિસોડ દીઠ પ્રિયંકા ચોપરાને 3 કરોડ રૂપિયા મળ્યા હતા. સિરીઝમાં પ્રિયંકાએ ડિટેક્ટિવનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ પ્રિયંકા ચોપરા 'બેવોચ', 'અ કિડ લાઇક જેક', 'ઇઝનોટ ઇટ રોમેન્ટિક'માં જોવા મળી હતી. હવે પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ 'મેટ્રિક્સ 4' તથા 'ટેકસ્ટ ફોર મી' છે.

3. સ્ટેજ પર્ફોર્મન્સ
પ્રિયંકા ચોપરા સ્ટેજ પર્ફોર્મન્સ માટે 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

4. બોલિવૂડ કરિયર
પ્રિયંકા ચોપરા 2000માં મિસ ઇન્ડિયા અને પછી મિસ વર્લ્ડબની હતી. પ્રિયંકા છેલ્લે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ થોડાં મહિના પહેલાં જ હિંદી ફિલ્મ 'જી લે ઝરા' સાઇન કરી છે. ફરહાન અખ્તરની રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રિયંકા ચોપરા એક હિંદી ફિલ્મ માટે 12-15 કરોડ રૂપિયા ફી લે છે.

5. પ્રોડ્યૂસર તરીકે પ્રિયંકા ચોપરા
2015માં પ્રિયંકાએ ઇન્ડિયન ફિલ્મ પ્રોડક્શન કંપની 'પર્પલ પેબલ પિક્ચર્સ'ની સ્થાપના કરી હતી. પ્રોડક્શન હાઉસ હેઠળ 2016માં 'વેન્ટિલેટર' બનાવી હતી. આ ફિલ્મે ત્રણ નેશનલ અવોર્ડ જીત્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ 'ધ સ્કાય ઇઝ પિંક' બનાવી હતી.

6. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ
2020ના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રિયંકા ચોપરા 15 બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. એક બ્રાન્ડ એન્ડોર્સ કરવાના પાંચ કરોડ રૂપિયા લે છે. 'ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ ઓફ 2021'માં પ્રિયંકા ચોપરા 27મા સ્થાને હતી અને ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરવા બદલ તે 3 કરોડ રૂપિયા લે છે. 2019માં પ્રિયંકા ચોપરા 'એશિયાઝ બેસ્ટ પેઇડ સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સર'માં સ્થાન પામી હતી. 2013માં પ્રિયંકા ચોપરા ભારતની પહેલી એવી એક્ટ્રેસ હતી જે અમેરિકન ફેશન બ્રાન્ડ 'ગેસ'ની બ્રાન્ડ એમ્બેસેડર એક વર્ષ માટે બની હતી. આ માટે પ્રિયંકાને 8-10 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા હતી. એક અંદાજ મુજબ પ્રિયંકા ચોપરા આ બધામાંથી વર્ષે 80-85 કરોડની કમાણી કરે છે. પ્રિયંકા UNICEF (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ)ની ગુડવીલ એમ્બેસેડર છે. આ ઉપરાંત પ્રિયંકાની બુક 'અનફિનિશ્ડ' પણ આ વર્ષે આવી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સ આ બુકને બેસ્ટ સેલર બુકની યાદીમાં સ્થાન આપ્યું હતું.

7. નિક જોનસની સંપત્તિ તથા નેટવર્થ
નિકે 7 વર્ષની ઉંમરથી સિગિંગ કરિયર શરૂ કરી હતી. તે ભાઈ જો તથા કેવિનની સાથે 'જોનસ બ્રધર' બેન્ડ ગ્રુપનો હિસ્સો હતો. 2013માં નિકે સોલો મ્યૂઝિક કરિયર શરૂ કરી હતી. નિક એક્ટર તરીકે પણ વિવિધ ફિલ્મમાં જોવા મળ્યો હતો. 2019માં ત્રણેય ભાઈઓએ 'સકર' સોંગથી કમબેક કર્યું હતું અને આ ગીત ટોપ મ્યૂઝિક ચાર્ટ્સમાં ખાસ્સા સમય સુધી રહ્યું હતું. નિક 'વીલા વન' નામની ટકીલા બ્રાન્ડનો કો-ઓનર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નિક જોસનની નેટ વર્થ 372 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

8. કેવી રીતે ખર્ચ કરે છે રૂપિયા?
પ્રિયંકા તથા નિકે લગ્નના એક વર્ષ બાદ લોસ એન્જલસમાં 144 કરોડનું 20 હજાર સ્કેવલ ફૂટનું મેન્શન ખરીદ્યું હતું. પ્રિયંકાએ ડેટિંગ એપ બમ્બલમાં ઇન્વેસ્ટ કર્યું છે. પ્રિયંકા-નિક પાસે મર્સિડિઝ બેન્ઝ, મર્સિડિઝ બેન્ઝ મેબેક, BMW, ઓડી Q7, ફોર્ડ, શેવરોલેટ સહિતની લક્ઝૂરિયસ કાર્સ છે.