સેલેબ લાઇફ:આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ રણબીર કપૂરનું જીવન કેટલું બદલાયું? એક્ટરે જવાબ આપ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નને બે મહિના થયા છે. બંનેએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે લગ્ન બાદ જીવનમાં કેવો ફેરફાર આવ્યો તે અંગે વાત કરી હતી.

શું કહ્યું રણબીરે?
રણબીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને આલિયા છેલ્લાં પાંચ વર્ષથી સાથે રહ્યા અને પછી તેમણે લગ્ન કર્યા હતા. તેમના જીવનમાં એવો કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. આ ઉપરાંત તેમને એ વાતનો હજી અહેસાસ જ નથી થયો કે તેઓ હવે પરિણીત છે.

વેકેશન પર જવાનું વિચારે છે
રણબીરે કપૂરે કહ્યું હતું કે તેમણે પાંચ વર્ષ સાથે રહ્યા બાદ લગ્ન કરવાનું વિચાર્યું હતું. તેમણે લગ્ન કર્યા, પરંતુ તેમના કેટલાંક કમિટમેન્ટ્સ હતા. લગ્નના થોડાં દિવસ બાદ જ બંને પોત-પોતાનું કામ કરવા લાગ્યા છે. આલિયા ભટ્ટ તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ અને તે મનાલી જતો રહ્યો. હવે આલિયા જ્યારે લંડનથી પરત ફરશે ત્યારે તેની ફિલ્મ 'શમશેરા' રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ બાદ તે એક અઠવાડિયાની રજા લેવાનું વિચારે છે અને બંને ક્યાંક ફરવા જશે.

લગ્ન બાદ શૂટિંગમાં વ્યસ્ત
રણબીર-આલિયા લગ્ન બાદ શૂટિંગમાં બિઝી થઈ ગયા છે. આલિયા લગ્ન બાદ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં બિઝી થઈ હતી. હાલમાં હોલિવૂડ ડેબ્યૂ પ્રોજેક્ટ 'હાર્ટ ઓફ સ્ટોન'ના શૂટિંગ માટે લંડન ગઈ છે. રણબીર પહેલાં મનાલી ગયો હતો. ત્યારબાદ તેણે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન શરૂ કર્યું છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર સાથે જોવા મળશે. ફિલ્મમાં નાગાર્જુન, મૌની રોય, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા સહિતના કલાકારો છે.