ડ્રગ્સ પાર્ટી:ક્રૂઝમાં NCBએ કેવી રીતે આર્યન ખાનને પકડ્યો? અટકાયત પહેલાં શાહરુખનો દીકરો મિત્રો સાથે મસ્તી કરતો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્ટ પરિસરમાં આર્યન ખાન (રેડ સર્કલમાં) - Divya Bhaskar
કોર્ટ પરિસરમાં આર્યન ખાન (રેડ સર્કલમાં)
  • આર્યન-અરબાઝ મર્ચન્ટના ફોનમાં ડ્રગ્સ પેડલર્સ સાથેની ચેટ મળી આવી હોવાનો NCBનો દાવો
  • આર્યન ખાનના નામે ક્રૂઝમાં એક પણ રૂમ બુક કરવામાં આવ્યો નહોતો

મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ મળ્યા બાદ નવી નવી વાતો સામે આવી રહી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના અધિકારીઓએ શાહરુખના દીકરા આર્યનના કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. કોર્ટે આર્યનને એક દિવસની કસ્ટડી આપી હતી. NCBને દરોડા પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો કે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી થવાની છે અને આજ કારણે અધિકારીઓ પેસેન્જર બનીને ક્રૂઝમાં ચઢ્યા હતા. NCBએ આર્યનની અટકાયત કરી તે પહેલાં સુધી આર્યન મિત્રો સાથે મોજમાં જોવા મળ્યો હતો. આ તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

1400 લોકો હાજર હતા
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBને ખ્યાલ હતો કે રેવ પાર્ટીમાં 1300-1400 જેટલા લોકો આવ્યા હતા, પરંતુ NCBને મળેલી ટિપ પ્રમાણે, હજારોની ભીડમાંથી તેમને માત્રને માત્ર 8-10 લોકોની શોધ હતી. ટિપ પ્રમાણે, આ જ 8-10 લોકો પાસે ડ્રગ્સ હતું અને તેમાં આર્યન ખાનનું નામ પણ સામેલ હતું. આર્યન તથા અરબાઝ પર નજર રાખવા માટે NCBએ એક અલગ અધિકારી રાખ્યો હતો.

આ તસવીર ક્રૂઝની છે, જેમાં આર્યન, અરબાઝ સાથે જોવા મળે છે, તેમની સાથે એક યુવતી પણ છે
આ તસવીર ક્રૂઝની છે, જેમાં આર્યન, અરબાઝ સાથે જોવા મળે છે, તેમની સાથે એક યુવતી પણ છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાનના નામથી ક્રૂઝમાં એક પણ રૂમ બુક કરવામાં આવ્યો નહોતો. જોકે, ઓર્ગેનાઇઝર્સે આર્યન તથા અરબાઝ માટે અલગથી ખાસ કોમ્પિલમેન્ટ્રી રૂમ રાખ્યો હતો. આ બંને જ્યારે રૂમમાં એન્ટર થયા ત્યારે જ NCBના અધિકારીઓ સામે આવી ગયા હતા અને બંનેને અંદર જવા દીધા નહોતો. બંનેની તપાસ કરવામાં આવી હતી. આ સમયે અરબાઝના શૂઝમાંથી ચરસ મળી આવ્યું હતું. ચર્ચા એવી પણ છે કે આર્યનની લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું હતું. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મોબાઇલ જપ્ત કર્યા
તપાસ બાદ અધિકારીઓએ આર્યન તથા અરબાઝના ફોન જપ્ત કર્યા હતા અને તપાસમાં બંનેના ફોનમાંથી કેટલીક ચેટ્સ મળી આવી હતી. આ ચેટ્સમાં બંનેએ ચરસ લેવા અંગે વાત કરી હતી. NCBએ આર્યનનું નિવેદન લીધું હતું. ત્યારબાદ NCB આર્યન તથા અરબાઝને લઈને ઓફિસ આવી હતી. તપાસમાં એ વાત પણ સામે આવી કે આર્યન-અરાબઝ સતત ડ્રગ પેડલરના સંપર્કમાં હતા.