અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક 'બેલબોટમ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે, તેમાંય લારા દત્તાનો લુક જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા છે. લારા દત્તાએ આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. લારા દત્તા ફિલ્મમાં ઓળખાતી પમ નથી.
સો.મીડિયામાં વીડિયો વાઇરલ
સો.મીડિયામાં લારા દત્તાના ટ્રાન્ફોર્મેશનનો વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં લારા દત્તા કેવી રીતે પ્રોસ્થેટિક મેકઅપની મદદથી ઈન્દિરા ગાંધી બની તે બતાવવામાં આવ્યું છે. લારા દત્તાનો હૂબહૂ ઈન્દિરા ગાંધી જેવા લાગે છે. વાળ તથા સાડી પહેરવાની સ્ટાઈલ એકદમ તેમના જેવી છે.
ટીમ સાથે મળીને મેકઅપ કર્યો
મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડે લારા દત્તાનો મેકઅપ કર્યો હતો. વિક્રમ ગાયકવાડે પોતાની ટીમ સાથે લારાને તૈયાર કરી હતી. વેબ પોર્ટલ આજતક સાથેની વાતચીતમાં વિક્રમ ગાયકવાડે કહ્યું હતું કે હાલમાં તે કોરોનામાંથી રિકવર થાય છે અને તેથી જ તે વધુ વાત કરી શકે તેમ નથી. જોકે, તે ચાહકોનો રિસ્પોન્સ જોઈને ઘણાં જ ખુશ છે. લારાના લુક માટે મેકઅપની ઓફર આવી ત્યારે તેમણે તથા ટીમે આને એક પડકારની જેમ લીધી હતી.
લારા દત્તા-ઈન્દિરા ગાંધીમાં કોઈ સમાનતા નથી
વિક્રમના મતે, તેને સ્ક્રિપ્ટ તથા કાસ્ટિંગ અંગે વાત કરવામાં આવી હતી. તેને એમ કહેવામાં આવ્યું કે આ રોલ લારા દત્તા પ્લે કરશે. તેને તરત જ એ વિચાર આવ્યો કે લારા દત્તા તથા ઈન્દિરા ગાંધી વચ્ચે કોઈ પણ પ્રકારની સમાનતા નથી. આમ તો તે બેસ્ટ એક્ટ્રેસ છે અને દરેક પાત્ર માટે પર્ફેક્ટ છે. આથી જ હવે તે જવાબદારી તેમના પર હતી કે તે લારાને અદ્દલોઅદ્દલ ઈન્દિરા ગાંધી જેવી સ્ક્રિન પર બતાવે.
ઈન્દિરા ગાંધીના વીડિયો તથા તસવીરો જોઈ
વિક્રમ ગાયકવાડે કહ્યું હતું કે તેમણે ઈન્દિરા ગાંધીના અનેક વીડિયો તથા તસવીરો જોઈ હતી. આના પરથી તેમને ખ્યાલ આવ્યો કે ઈન્દિરા ગાંધીની ત્રણ ખાસિયત હતી, હેરસ્ટાઇલ, નાક-આઇબ્રો તથા ફેસકટ. જો ધ્યાનથી જોવામાં આવે તો લારાની આઇબ્રોને વધુ પ્રભાવશાળી બતાવવામાં તેનો આકાર બદલવામાં આવ્યો છે. શૅડ વર્કના માધ્યમથી લારા દત્તાના ચહેરા પર કરચલીઓ બતાવવામાં આવી છે. શૂટિંગ શરૂ થયાના ત્રણ-ચાર દિવસ રોજ યલ લેવામાં આવી હતી. પહેલી ટ્રાયલમાં લુકની નજીક હતી. બીજી-ત્રીજી ટ્રાલયમાં પર્ફેક્શન તથા રિફાઇનિંગ તરફ આગળ વધતા રહ્યા. મેકઅપ કરવામાં રોજ ત્રણ કલાકનો સમય થતો હતો.
ઈન્દિરા ગાંધી બન્યા બાદ લારા દત્તા શું બોલી?
લારા દત્તા જ્યારે મેકઅપ જોયો ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેણે પહેલીવાર પોતાની જાતને અરીસામાં જોઈ તો તેને વિશ્વાસ જ ના થયો. તેની પહેલી પ્રતિક્રિયા હતી કે તે પોતાની જાતને શોધી શકતી નથી. લારા દત્તાને તેનો લુક ઘણો જ પસંદ આવ્યો હતો અક્ષય કુમાર તથા ટીમના અન્ય સભ્યો ઓળખી જ ના શક્યા કે આ લારા દત્તા છે.
2 વાર નેશનલ અવોર્ડ મળ્યા છે
વિક્રમ ગાયકવાડને 2012માં ફિલ્મ 'ડર્ટી પિક્ચર' માટે તથા 2014માં બંગાળી ફિલ્મ 'જાતિશ્વર' માટે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.
'બેલબોટમ' 19 ઓગસ્ટે રિલીઝ થશે
અક્ષય કુમારની 'બેલબોટમ' 19 ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 1984માં ભારતમાં થયેલા પ્લેન હાઇજેક પરની સત્યઘટના પર આધારિત છે.
વીડિયોમાં જુઓ લારા દત્તા કેવી રીતે બની ઈન્દિરા ગાંધી?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.