અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ'નું ટ્રેલર 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થયા બાદથી ચાહકોમાં લારા દત્તા છવાઈ ગઈ છે. ફિલ્મના ટ્રેલરમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જોવા મળે છે. આ રોલ લારા દત્તાએ જ ભજવ્યો છે. જોકે, ટ્રેલર જોતા સમયે ખ્યાલ પણ નથી આવતો કે આ રોલ લારાએ પ્લે કર્યો છે.
'બેલબોટમ' 1984માં ભારતમાં થયેલા પ્લેન હાઇજેક પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર દમદાર એક્શન કરતો જોવા મળ્યો છે. જોકે, ટ્રેલરમાંથી જો કોઈની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો લારા દત્તાની છે. 46 વર્ષીય લારાને ઈન્દિરા ગાંધીના રોલમાં ઓળખી શકાય તેમ નથી. આ ફિલ્મ માટે લારાએ પોતાના મેકઅપ, મોડ્યુલેશન, બૉડી લેંગ્વેજ દરેક બાબત પર ઘણું જ કામ કર્યું છે.
ટ્રેલર રિલીઝ થતાં જ લારા દત્તા ટ્રેન્ડ થઈ
ટ્રેલર રિલીઝ થયા બાદ સો.મીડિયામાં #LaraDutta ટ્રેન્ડ થવા લાગી હતી. દરેક યુઝર્સ લારા દત્તાને ઈન્દિરા ગાંધીના રોલમાં જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. સો.મીડિયા યુઝર્સે એક સૂરમાં કહ્યું હતું કે લારા દત્તાનો પ્રોસ્થેટિક મેકઅપ આર્ટસ્ટિને નેશનલ અવોર્ડ આપવો જોઈએ.
પ્રોસ્થેટિક મેકઅપની મદદથી લારા દત્તા બની ગઈ ઈન્દિરા ગાંધી
લારા દત્તાએ ઈન્દિરા ગાંધીના રોલ માટે હેવી પ્રોસ્થેટિક મેકઅપની મદદ લીધી હતી. મેકઅપને કારણે જ લારા દત્તા સહેજ પણ ઓળખાતી નથી. જોકે, લારા દત્તા પહેલાં પણ ઘણાં કલાકારોની પ્રોસ્થેટિક મેકઅપને કારણે ચર્ચા થઈ હતી.
શાહરુખ ખાન (ફેનઃ 2016)
આ ફિલ્મમાં શાહરુખ ખાન ગૌરવના ગેટઅપ આવવા માટે રોજ ચારથી પાંચ કલાક બેસીને પ્રોસ્થેટિક મેકઅપ કરતો હતો. શાહરુખનો મેકઅપ ગ્રેગ કેન્નોમે કર્યો હતો.
રીતિક રોશન (ધૂમ 2/ક્રિશ 3: 2013)
'ધૂમ 2'માં રીતિક રોશનનો મેકઅપ સજ્જાન ગીલિંગ્સે કર્યો હતો. જ્યારે 'ક્રિશ 3'માં માઇક સ્ટ્રિન્ગર ('લોર્ડ ઓફ રિંગ્સ' ફૅમ મેકઅપ આર્ટિસ્ટ)એ મેકઅપ કર્યો હતો.
અમિતાભ બચ્ચન (પાઃ 2009)
જેનેટિક ડિસઓર્ડર પ્રોગેરિયાથી પીડિત 12 વર્ષીય છોકરાની ભૂમિકા ભજવી હતી. સ્ટિફન ડુપુઇસે અમિતાભ બચ્ચનનો મેકઅપ કર્યો હતો.
રિશી કપૂર (કપૂર એન્ડ સન્સઃ 2016)
શકુન બત્રાની ફિલ્મમાં રિશી કપૂરે 90 વર્ષીય વૃદ્ધનો રોલ પ્લે કર્યો હતો. અમેરિકન મેકઅપ આર્ટિસ્ટ ગ્રેગ કેન્નોમે મેકઅપ કર્યો હતો. સૂત્રોના મતે, આ મેકઅપ પાછળ પ્રોડ્યૂસર્સે રૂપિયા 2 કરોડનો ખર્ચ કર્યો હતો.
અક્ષય કુમાર (2.0 - 2018)
અક્ષય કુમાર '2.0'માં પક્ષીરાજના લુકમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમારને મેકઅપ કરતાં અઢી કલાક લાગતા હતા. દોઢ મહિના સુધી આ રીતે રોજ અક્ષય કુમાર મેકઅપ કરતો હતો. આ દરમિયાન અક્ષય કુમાર લિક્વિડ ડાયટ પર રહ્યો હતો.
રાજકુમાર રાવ (રાબ્તાઃ 2017)
રાજકુમાર રાવ આ ફિલ્મમાં 324 વર્ષના ટેટુ મેનના રોલમાં હતો. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત તથા ક્રિતિ સેનન લીડ રોલમાં હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.