અક્ષય કુમાર OTTનો પણ ખેલાડી:OTT પર અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાયેલી ફિલ્મ 'અતરંગી રે', 200 કરોડમાં હોટસ્ટારે ખરીદી

મુંબઈ7 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • થિયેટરની અંદાજિત કમાણીની તુલનામાં OTTએ બિગ ઑફર આપી
  • થિયેટર ઓપન થયા બાદ હવે OTT પ્લેટફોર્મ્સ વધુ એગ્રેસિવ બિઝનેસ કરશે

થિયેટરમાં 'સૂર્યવંશી'ની ધમાકેદાર કમાણી બાદ OTT (ઓવર ધ ટોપ) પર પણ અક્ષય કુમાર ખિલાડી સાબિત થયો છે. 24 ડિસેમ્બરે ડિઝ્ની હોટસ્ટાર પર અક્ષયની નવી ફિલ્મ 'અતરંગી રે' રિલીઝ થવાની છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરની અત્યાર સુધીની મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મને હોટસ્ટારે 200 કરોડમાં ખરીદી છે.

'અતરંગી' સાથે થયેલી ડીલથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે થિયેટર ખુલ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ્સ યુઝર્સને આકર્ષવા માટે મોં માગી કિંમત ચૂકવવા તૈયાર છે. 'અતરંગી' રિલીઝ પહેલાં જ 200 કરોડ બોક્સ ઓફિસ ક્લબમાં સામેલ થઈ છે. ફિલ્મનું બજેટ 120 કરોડ રૂપિયા છે અને ફિલ્મ 200 કરોડમાં વેચાઈ છે. એટલે ફિલ્મે ચોખ્ખો 80 કરોડનો નફો કર્યો છે.

સલમાને નિર્ણય બદલ્યો, અક્ષયે નહીં
સલમાનની 'અંતિમ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટર ખુલ્યા બાદ સલમાને નિર્ણય બદલ્યો અને હવે તે થિયેટરમાં રિલીઝ થશે. 'અતરંગી' માટે પણ પહેલેથી જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય બદલવો અશક્ય હતો.

'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર એ વાત સાબિત કરી કે અક્ષય કુમાર સેલેબલ તથા વિશ્વાસપાત્ર એક્ટર છે અને છતાંય 'અતરંગી'ને મેકર્સે થિયેટરમાં રિલીઝ કરી નહીં. આ વાત એ તરફ ઈશારો કરે છે કે થિયેટર ખુલ્યા બાદ ફિલ્મ બિઝનેસમાં ડિજિટલ પ્લેટફોર્મનો આગવો દબદબો બતાવે છે.

આ તમામ ફિલ્મ થિયેટર બંધ હતા ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ રિલીઝ થઈ હતી. 'અતરંગી રે'ની ખાસ વાત એ છે કે દેશમાં મોટાભાગના થિયેટર ખુલી ગયા હોવા છતાં તે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે
આ તમામ ફિલ્મ થિયેટર બંધ હતા ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ રિલીઝ થઈ હતી. 'અતરંગી રે'ની ખાસ વાત એ છે કે દેશમાં મોટાભાગના થિયેટર ખુલી ગયા હોવા છતાં તે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે

થિયેટરમાં સારી ડેટ મળી શકે તેમ હતી
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે 'અતરંગી રે' કોઈ પણ ડેટ પર રિલીઝ થતી તો નાની-મોટી ફિલ્મ જગ્યા કરી જ આપત. જોકે, મેકર્સે ડિજિટલ પ્લેટફોર્મની પસંદગી કરી, એનો અર્થ એ કે તેમને અહીંયા વધુ નફો મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર હવે વધુ અગ્રેસિવ રીતે ફિલ્મની ખરીદી થશે. ફિલ્મનું સિલેક્શન સતર્ક રીતે કરશે. નવા વ્યૂઝર્સ મળે અને હાલના યુઝર્સને જાળવી રાખે તે માટે મોટી ફિલ્મની ખરીદી થતી રહેશે.

પ્રોડ્યૂસર્સને તો ચાંદી જ ચાંદી
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન એન્ડ માર્કેટિંગ કંપની પર્સેપ્ટ પિક્ચર્સના બિઝનેસ હેડ યુસુફ શેખે કહ્યું હતું કે ક્રિસમસની રજામાં ચાહકોને એન્ગેજ રાખવા માટે આ એક પ્રાઇઝ કેચ છે. બિગ સ્ટાર્સની ફિલ્મ માટે યુઝર્સ સબસ્ક્રિપ્શન લે તે વાત મહત્ત્વની છે. આગામી દિવસમાં ડિજિટલ પ્લેટફોર્મ એગ્રેસિવ ડીલ્સ કરશે.

આ મેકર્સનો નિર્ણય છે
ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠીએ કહ્યું હતું કે થિયેટર સંચાલકની રીતે તે એમ જ ઈચ્છશે કે અક્ષય કુમાર જેવા સ્ટાર તથા આનંદ એલ રાય જેવા મેકરની ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થાય, પરંતુ દરેક ફિલ્મ મેકર માટે પોતાનું બિઝનેસ ડિસીઝન હોય છે. તેઓ મેકર્સના નિર્ણયનું સન્માન કરે છે. આગામી વર્ષમાં અનેક ફિલ્મ લાઇન અપ છે અને તેથી જ થિયેટરને ફિલ્મ મળતી રહેશે. જોવા જઈએ તો બની શકે કે ફિલ્મ બન્યા બાદ ખ્યાલ આવે કે આ ફિલ્મ થિયેટરના સ્કેલ પ્રમાણે બની નથી અને તેથી જ તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી થાય.

એક્શન ફિલ્મ સલામત, અન્ય ફિલ્મ માટે મુશ્કેલી
નોર્થ ઇન્ડિયાના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તથા એક્ઝિબિટર સંજય ઘાઈએ કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ માટે હાલમાં સારી ડેટ્સ શોધવામાં અનેક મહિનાઓ થઈ શકે છે, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર સારી ડીલ મળે તો તરત જ નફો લીને પ્રોડ્યૂસર્સ પૈસા કમાવવાનું વિચારે છે.

કન્ટેન્ટના હિસાબે એક્શન ફિલ્મ થિયેટરમાં બિઝનેસ કરતી હોય છે. 'સૂર્યવંશી' સારી ચાલી. 'સત્યમેવ જયતે 2' પણ ચાલશે તેવી આશા છે. 'બંટી ઔર બબલી 2' ના ચાલે, કારણ કે તેમાં એક્શન નહોતી. આ વાત કદાચ 'અતરંગી રે'ને લાગુ પડી શકે છે. નોર્થ ઇન્ડિયામાં અક્ષયના ઘણાં ચાહકો છે, પરંતુ અહીંયા તેને એક્શન હીરો તરીકે પસંદ કરવામાં આવે છે.

અક્ષયની સાથે સંયોગ
સંયોગની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ તથા થિયેટર રિલીઝના દરેક મહત્ત્વની ક્ષણ સાથે અક્ષય કુમાર જોડાયેલો છે. 2020માં અક્ષયની 'લક્ષ્મી' ડિજિટલ પ્લેટફોર્મ પર આવનારી પહેલી સૌથી મોટી ફિલ્મ હતી. તે સમયે ડિજિટલ પ્લેટફોર્મ પર આવવું મજબૂરી હતી, કારણ કે થિયેટર બંધ હતા. આ વર્ષે થિયેટર ઓપન થયા ત્યારે અક્ષયની જ ફિલ્મ 'બેલબોટમ' સૌ પહેલાં રિલીઝ થઈ હતી. થિયેટર બિઝનેસ રિવાઇવ કરનારી પહેલી ફિલ્મ પણ અક્ષયની 'સૂર્યવંશી' જ બની થિયેટર શરૂ થયા બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી સૌથી મોંઘી ફિલ્મ પણ અક્ષયની જ 'અતંરગી રે' છે.

અક્ષય સુપરહિટ, આનંદ રાય હજી પણ રાહ જુએ છે
અક્ષયની 'સૂર્યવંશી' સુપરહિટ થઈ ગઈ છે. બીજી બાજુ આનંદ એલ રાય કમર્શિયલ સક્સેસની રાહમાં છે. તેમની ફિલ્મ 'ઝીરો' સુપરડુપર ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં શાહરુખ, કેટરીના તથા અનુષ્કા હોવા છતાંય ફિલ્મ હિટ થઈ શકી નહોતી.