‘હમ દિલ દે ચૂકે સનમ’ ફેમ વિક્રમની હાલત ગંભીર:15 દિવસોથી હોસ્પિટલમાં દાખલ, તબિયત બગડતાં લાઇફ સપોર્ટ પર રખાયા

9 દિવસ પહેલા

'હમ દિલ દે ચૂકે સનમ' ફૅમ એક્ટર વિક્રમ ગોખલે હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિક્રમ છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાશ મંગેશકર હોસ્પિટલમાં છે. ડૉક્ટર્સના તમામ પ્રયાસો બાદ પણ તેમની સ્થિતિમાં સહેજેય સુધારો થઈ શક્યો નથી. જો કે, ડૉકટરોએ વધુ કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, વિક્રમ ગોખલેનો પરિવાર તેમનાં સ્વાસ્થ્યની સ્થિતિ વિશે અપડેટ આપશે. વિક્રમ પોતાની પત્ની સાથે પુણેમાં જ રહે છે.

વિક્રમે અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે
વિક્રમ ટીવી, મરાઠી થિયેટર, હિંદી સિનેમામાં એક્ટિવ રહ્યા છે. વિક્રમ ગોખલેએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓએ પોતાનાં કરિયર દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તે સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં એશ્વર્યાનાં પિતાનાં પાત્રમાં નજર આવ્યા હતા. આ સિવાય તે ‘ભૂલભૂલૈયા’, ‘દિલ સે’, ‘દે દના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’, ‘અગ્નિપથ’, ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે.

ફિલ્મ અભિનેતા ચંદ્રાકાંત ગોખલેના પુત્ર છે વિક્રમ
વિક્રમ ગોખલે ફિલ્મના અભિનેતા ચંદ્રકાંત ગોખલેનાં પુત્ર છે. વિક્રમ ગોખલેની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાની પહેલી ફિમેલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. ટેલિવિઝનમાં વિક્રમ ગોખલેએ પણ એક અલગ ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર 1989થી લઈને 1991ની વચ્ચે આવનાર ફેમસ શો ‘ઉડાન’નાં પણ ભાગ હતા.

વિક્રમ ગોખલે એ CINTAAનાં પ્રમુખ છે
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન (CINTAA)નાં સભ્ય એવા અભિનેતા દર્શન જરીવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘વિક્રમ ગોખલેને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ICUમાં છે. મારી પાસે માત્ર આ જ માહિતી છે.’ વિક્રમ ગોખલે એ CINTAAનાં પ્રમુખ છે.