શાહરુખ ખાનને સિનેમાનો ગ્લોબલ આઇકન અવૉર્ડ મળ્યો:UAEમાં સન્માનિત કરવામાં આવ્યો, સેરેમની દરમિયાન SRK ઇમોશનલ થયો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને UAEમાં અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કિંગ ખાનને આ અવૉર્ડ તેના યોગદાન તથા ગ્લોબલ આઇકન તરીકે આપવામાં આવ્યો છે. 11 નવેમ્બરના રોજ શાહરુખ ખાને UAEના એક્સ્પો સેન્ટરમાં હાજરી આપી હતી. અહીંયા શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022ના 41મા એડિશનમાં ગ્લોબલ આઇકન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

અવૉર્ડ લેતાં સમયે શું કહ્યું?
સો.મીડિયામાં શાહરુખ ખાનનો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં શાહરુખ સ્પીચ આપે છે. તેણે પોતાની સ્પીચમાં કહ્યું હતું, 'અમે ભલે ગમે ત્યાં રહીએ, આપણે ભલે ગમે તે રંગના હોઈએ, આપણે ગમે તે ધર્મમાં માનતા હોઈએ અથવા આપણે કોઈ પણ સોંગ પર ડાન્સ કરતા હોઈએ. દરેકની સંસ્કૃતિમાં પ્રેમ, શાંતિ અને કરુણા હોય છે.'

અવૉર્ડ સેરેમનીમાં શાહરુખ ઇમોશનલ થયો
ઇવેન્ટ દરમિયાન શાહરુખે મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. જ્યારે શાહરુખને પૂછવામાં આવી કે તેના પેરેન્ટ્સ તેની અચીવમેન્ટ જોઈને શું કહેતા? જવાબમાં એક્ટરે કહ્યું હતું, 'મને લાગે છે કે મારી અમ્મી સૌ પહેલાં મને જોઈને કહેત કે તું ઘણો જ પાતળો થઈ ગયો છે. થોડું વજન વધાર. તારું મોં કેવું થઈ ગયું છે, તારા ગાલ બેસી ગયા છે.'

બાળકોનો ઉછેર જોઈને ગર્વ થાતઃ શાહરુખ
શાહરુખ ખાને વધુમાં કહ્યું હતું, 'મને લાગે છે કે મારા અચીવમેન્ટ પર પેરેન્ટ્સ બહુ જ ખુશ થાત. જો હું વાસ્તવમાં આને અચીવમેન્ટ કહું તો મને લાગે છે કે આ તમામ વસ્તુઓ આપણે કરવી જોઈએ અને જીવવી જોઈએ. હું એમ માનું છું કે મેં જે રીતે ત્રણેય બાળકોને મોટા કર્યા તે જોઈને પેરેન્ટ્સને ગર્વ થાત. મારા પેરેન્ટ્સ આ જોઈને ખુશ થાત.'

સ્ટેજ પર કિંગ ખાનનો જાદુ જોવા મળ્યો
સો.મીડિયામાં અવૉર્ડ સેરેમનીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં શાહરુખ ખાને 'ઓમ શાંતિ ઓમ'નો લોકપ્રિય સંવાદ બોલે છે. અવૉર્ડ દરમિયાન કિંગ ખાન કહે છે, 'ઇતની શિદ્દત સે મૈંને તુમ્હે પાને કી કોશિક કી હૈ, કિ હર જર્રે ને મુજે તુમસે મિલાને કી સાજિશ કહી હૈ, કહતે હૈ કી અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલને મેં લગ જાતી હૈ.'

આવતા વર્ષે આ ત્રણ ફિલ્મ રિલીઝ થશે
હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે 2023માં સૌ પહેલાં શાહરુખ ખાનની 'પઠાન' રિલીઝ થશે. ત્યારબાદઅને 'જવાન' પછી 'ડંકી' રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...