તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરેલું હિંસાનો કેસ:તબિયત ખરાબ હોવાને લીધે હની સિંહ કોર્ટમાં રજૂ ના થયો, પત્નીએ મારપીટ અને અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપો મૂક્યા હતાં

એક મહિનો પહેલા
  • વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, ‘નેક્સ્ટ સુનાવણીમાં હની સિંહ ચોક્કસથી હાજર રહેશે.’
  • હની સિંહે પત્નીના આરોપોને ખોટા અને પાયાવિહોણા કહ્યા હતા

બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહની પત્ની શાલિની તલવારે ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હની સિંહ કોર્ટમાં હાજર નહોતો રહ્યો. હનીએ 28 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવું હતું પરંતુ તેના વકીલે સિંગરની તબિયત ખરાબ હોવાની વાત કહી અને વ્યક્તિગત રીતે છૂટ આપવાની માગ કરી. જો કે, વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, ‘નેક્સ્ટ સુનાવણીમાં હની સિંહ ચોક્કસથી હાજર રહેશે.’

સિંગર હની સિંહ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરનાર તેની પત્ની શાલિનીએ અરજીમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે, સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો.

મેરિડ લાઇફના અસ્તિત્વને છુપાવવા માગતો હતો
શાલિનીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હતી. શાલિનીએ કહ્યું હતું કે અમારા લગ્નની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતાં હની સિંહ ગુસ્સે થયો હતો. તેણે શાલિની પર આરોપ મૂક્યો હતો અને ઘણો માર માર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે શાલિનીએ જ તસવીરો લીક કરે છે. હની સિંહ પોતાની મેરિડ લાઇફ દુનિયાથી છુપાવવા માગતો હતો.

શાલિનીને સાસરિયા પણ હેરાન કરતા હતાં
શાલિનીનો દાવો છે કે હની સિંહના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. 'બ્રાઉન રંગ દે'ના શૂટિંગ દરમિયાન હની સિંહને સેક્સ્યૂઅલ રિલેશનશિપ દરમિયાન તેણે એક યુવતી સાથે રંગે હાથ પકડ્યો હતો. આ સમયે હની સિંહે તેને દારૂની બોટલ છૂટી મારી હતી. શાલિનીએ સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજિત સિંહ તથા નણંદ સ્નેહા સિંહનાં નામ લીધાં છે. શાલિનીએ સાસરિયાં તેની પર અત્યાચાર ગુજારતા હોવાની વાત કરી છે.

કોર્ટે હની સિંહ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી
શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ‘ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલોન્સ’ એક્ટ હેઠળ અરજી કરી હતી. આ અરજી કોર્ટના મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ થઈ હતી. વકીલ સંદીપ કપૂર, અપૂર્વા પાંડે તથા જીજી કશ્યપે શાલિની તલવાર તરફથી આ અરજી કરી હતી. કોર્ટે હની સિંહ વિરુદ્ધ એક નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સિંગરે 28 ઓગસ્ટ પહેલાં જવાબ ફાઇલ કરવો પડશે. આ ઉપરાંત હની સિંહ બંનેની જોઇન્ટ પ્રોપર્ટી વેચી નહીં શકે તથા સ્ત્રીધન સાથે છેડછાડ કરી શકશે નહીં.

પત્નીના આરોપોને ખોટા અને પાયાવિહોણા કહ્યા
હનીએ સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું જેમાં તેને શાલિની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. હનીએ લખ્યું, છેલ્લા 20 વર્ષથી મારી મિત્ર અને પત્ની તરીકે રહેતી શાલિની તલવારે મારા અને મારા પરિવાર પર લગાવવામાં આવેલા તમામ ખોટા અને અપમાનજનક આરોપોથી ઘણું દુઃખ થયું છે. આ તમામ આરોપો પાયાવિહોણા છે. પછી ભલે મારા ગીતોના લિરિક્સ પર ટીકા કરવામાં આવી હોય, મારી હેલ્થ વિશેની અટકળો કરવામાં આવી હોય અથવા મને મળતું મીડિયા કવરેજ હોય, મેં ક્યારેય કંઈ કહ્યું નથી અને હંમેશાં મૌન રહ્યો છું પરંતુ આ વખતે આવું નથી કેમ કે બધા આરોપ મારા વૃદ્ધ માતાપિતા અને મારી નાની બહેન પર પણ લગાવવામાં આવ્યા છે- આ તે લોકો છે જેમણે હંમેશાં મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે અને તે લોકો મારી દુનિયા છે. બદનામ કરવાના ઈરાદાથી આ તમામ આરોપો લગાવવામાં આવ્યા છે.

20 વર્ષની મિત્રતા બાદ લગ્ન
હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. બંનેએ શીખ રીતરિવાજથી દિલ્હીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યાં હતાં. જોકે હની સિંહે ખાસ્સા સમય સુધી લગ્ન છુપાવીને રાખ્યા હતા. 2014માં રિયાલિટી ટીવી શોમાં હની સિંહે પત્ની શાલિનીને ઇન્ટ્રોડ્યુસ કરી હતી.