સેલિબ્રેશન મોંઘું પડ્યું:બર્થડે કેક કાપતાં સમયે હોલિવૂડ સ્ટાર નિકોલ રિચીના વાળમાં આગ લાગી, વીડિયો વાઇરલ

લોસ એન્જલસએક વર્ષ પહેલા
  • કેન્ડલને ફૂંક મારતા સમયે નિકોલના વાળમાં આગ લાગી હતી

અમેરિકન ટીવી પર્સનાલિટી નિકોલ રિચીએ હાલમાં જ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશન દરમિયાન નિકોલ સાથે સપનેય ના વિચાર્યો હોય તેવો બનાવ બન્યો હતો. તેના વાળમાં આગ લાગી હતી.

કેન્ડલ ઓલાવતા સમયે વાળમાં આગ લાગી
નિકોલ રિચીએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે નિકોલ બર્થડે કેક પર લાગેલી મીણબત્તીઓને ફૂંક મારતી હોય છે. આ સમયે તેના વાળમાં આગ લાગી જાય છે. અચાનક જ આગ લાગતા તેના મિત્રો આગ ઓલવી નાખે છે.

વીડિયો પર સેલેબ્સે વિવિધ રિએક્શન આપ્યા
આ વીડિયો શૅર કરીને નિકોલે કહ્યું હતું, 'અત્યાર સુધી 40મો જન્મદિવસ આગવાળો રહ્યો.'

નિકોલના પતિ જોએલ મેડેને કહ્યું હતું, 'આ હોટ છે.' હોલિવૂડ એક્ટ્રેસ એલેન પોમ્પીએ કહ્યું હતું, 'હેપ્પી બર્થડે, આશા છે કે તું સારી હોઈશ.' અન્તોની પોરોવ્સ્કીએ કમેન્ટ કરી હતી, 'મને હસતા હસતા ખરાબ લાગી રહ્યું છે. મને માફ કરજે. હેપ્પી બર્થડે.' સિંગર કેલીએ કહ્યું હતું, 'મને તો ડર જ લાગ્યો.'

કોણ છે નિકોલ?
નિકોલ રિચીને રિયાલિટી સિરીઝ 'ધ સિમ્પલ લાઇફ'થી ઓળખ મળી હતી. આ સિરીઝમાં તે નાનપણની મિત્ર તથા હોલિવૂડ પર્સનાલિટી પેરિસ હિલટન સાથે જોવા મળી હતી. નિકોલે 2006માં જોએલ મેડેને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ 2010માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે.

અન્ય સમાચારો પણ છે...