ટ્રેલર / હોલિવૂડ ફિલ્મ ‘ટેનેટ’નું ટ્રેલર રિલીઝ, જબરજસ્ત એક્શન સીન જોવા મળ્યાં

Hollywood movie 'Tenet' trailer release, tremendous action scene
X
Hollywood movie 'Tenet' trailer release, tremendous action scene

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 03:55 PM IST

લોસ એન્જલસ. ‘ઈન્સેપ્શન’, ‘ધ ડાર્ક નાઈટસ’ ‘ઈન્ટરસ્ટેલર’ જેવી ફિલ્મનું ડિરેક્શન કરનાર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ટેનેટ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ‘ડન્કિર્ક’ની ફોલોઅપ ફિલ્મ છે. આ ફિલ્મનું ડિરેક્શન પણ નોલને જ કર્યું હતું. આમ તો આ ફિલ્મ 17 જુલાઈએ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે ફિલ્મના ટ્રેલરમાં રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે થિયેટરમાં રિલીઝ થશે. અલબત્ત  ટ્રેલરમાં ડિમ્પલ કાપડિયાની એક ઝલક જોવા મળે છે. 

વર્લ્ડ વોર 3ને રોકવાનો પ્રયાસ
જોન ડેવિડ વોશિંગટન તથા રોબર્ટ પેટિનસન સ્ટારર આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન સીન બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં વર્લ્ડ વોર 3ને રોકવાની વાત કરવામાં આવી છે. ફિલ્મના પાત્રો ટાઈમ ટ્રાવેલ કરતાં નથી પરંતુ સમયને જ બદલી નાખે છે. ફિલ્મની વાર્તા તદ્દન હટકે છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાની એક ઝલક જોવા મળે છે. તે ફિલ્મમાં સંવાદ બોલે છે કે ભવિષ્યમાં એવા લોકો હશે, જેને આપણી જરૂર હશે, જેમને ટેનેટની જરૂર હશે. 

સાત દેશોમાં ફિલ્મનું શૂટિંગ થયું હતું
ભારત સહિત આ ફિલ્મનું શૂટિંગ સાત દેશોમાં થયું હતું. નોલન તથા જોન ડેવિડ વોશિંગટન મુંબઈ આવ્યા હતાં. તેઓ ડિમ્પલ કાપડિયા સાથે ફિલ્મના સેટ પર જોવા મળ્યાં હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી