તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત ડેથ કેસ:સિદ્ધાર્થ પિઠાની 9 મહિનાથી NCBને ઉલ્લુ બનાવતો હતો, નવા સો.મીડિયા અકાઉન્ટમાંથી ફોટો શૅર કરતાં જ પકડાઈ ગયો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતના 11 મહિના બાદ રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. તે છેલ્લાં 9 મહિનાથી એજન્સી ભાગતો પિઠાની સુધી નવા સો.મીડિયા અકાઉન્ટથી પહોંચી હતી. કહેવાય છે કે સુશાંતના મોત બાદ સિદ્ધાર્થે તરત જ પોતાનું જૂનું સો.મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. 14 જૂન, 2020ના રોજ સુશાંત પોતાના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે ઘરમાં સિદ્ધાર્થ પિઠાની હાજર હતો.

એપ્રિલમાં નવું અકાઉન્ટ બનાવ્યું
સૂત્રોના મતે, NCB ઓગસ્ટ, 2020થી પિઠાનીની શોધમાં હતી. આ વર્ષે એપ્રિલમાં સિદ્ધાર્થે સો.મીડિયામાં નવું અકાઉન્ટ બનાવ્યું હતું અને જીમની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું, પિત્ઝા પાવર. ફૂડ એન્ડ ફિટનેસ. આ ઉપરાંત તેણે પોતાની સગાઈની તસવીરો પણ સો.મીડિયામાં શૅર કરી હતી.

જ્યારે NCBએ પિઠાનીના નવા સો.મીડિયા અકાઉન્ટમાં જીમવાળી તસવીર જોઈ તો તેઓ તે જીમમાં ગયા હતા. જોકે, અહીંયા સિદ્ધાર્થ મળ્યો નહોતો. NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે પિઠાનીને સમન્સ આપવા છતાંય તે કોઈ જવાબ આપતો નહોતો. તપાસ એજન્સી સતત તેને ટ્રેસ કરતી હતી અને તેને ધરપકડ કરવા માટે તેના સો.મીડિયા અકાઉન્ટ પર નજર રાખી હતી.

1 જૂન સુધી NCB કસ્ટડીમાં
પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કર્યા બાદ તેને મુંબઈ લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીંયા તેને પહેલી જૂન સુધી NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. NCBએ કોર્ટમાં કહ્યું હતું કે તેમની પાસે સિદ્ધાર્થ ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલો હોવાનો ઈલેક્ટ્રોનિક પુરાવા છે. આ પુરાવાને આધારે પૂછપરછ માટે કસ્ટડીની માગણી કરવામાં આવી હતી. NCBએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થે અનેકવાર ડ્રગ પેડલર્સ સાથે વાત કરી હતી. NDPS એક્ટના સેક્શન 27A, 28 તથા 29 હેઠળ અરેસ્ટ પિઠાની પર ડ્રગ્સ ખરીદવાનો તથા સુશાંતને આપવાનો આક્ષેપ છે.

સુશાંતના પરિવારના વકીલને ન્યાયની આશા
પિઠાનીની ધરપકડ બાદ સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું, 'મને પૂરી આશા છે કે તે મિસ્ટ્રીનો ઉકેલ લાવશે અને તેઓ આના પર કામ કરી રહ્યાં છે. જ્યાં સુધી સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડની વાત છે તો આ પોએટિક જસ્ટિસ છે કે તે જેલ તો ગયો.'

સુશાંતના નોકર તથા કુકને સમન્સ પાઠવવામાં આવ્યું
સુશાંતના હાઉસ હેલ્પ કેશવ તથા કુક નીરજને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. NCB આ બંનેની ડ્રગ્સ કેસના કનેક્શન તથા સુશાંતના મોત અંગે ફરીથી પૂછપરછ કરશે. બંને કથિત રીતે 8 મહિનાથી NCBના મુંબઈ યુનિટથી ભાગી રહ્યા હતા અને મુંબઈ બહાર હતા. રિપોર્ટ પ્રમાણે, કેશવ તથા નીરજ બંને ઓગસ્ટમાં જ અલગ-અલગ બોલિવૂડ સેલેબ્સના ઘરે કામ કરવા માટે મુંબઈ પરત ફર્યા હતા.

12 હજાર પાનાંની ચાર્જશીટ, 200 સાક્ષીઓના નિવેદન
NCBએ ગયા વર્ષે 14 જૂનના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલ કેસમાં પાંચ માર્ચના રોજ મુંબઈની એક વિશેષ કોર્ટ સમક્ષ આરોપપત્ર દાખલ કર્યું હતું. 12 હજાર પેજની ચાર્જશીટમાં એક્ટ્રેસ તથા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક 33 આરોપીઓના નામ છે. આ ડોક્યૂમેન્ટ્સમાં 200થી વધુ સાક્ષીઓના નિવેદન છે.

અન્ય સમાચારો પણ છે...