તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્રેટરીનું કોરોનાને કારણે નિધન:હેમામાલિનીએ ઈમોશનલ પોસ્ટમાં કહ્યું, તમે જે ખાલીપો મૂકીને ગયા, તેને કોઈ ભરી શકશે નહીં

મુંબઈ3 મહિનો પહેલા

હેમામાલિનીના સેક્રેટરીનું કોરોનાવાઈરસના કારણે નિધન થયું છે. હેમાએ આ અંગેની માહિતી સો.મીડિયામાં આપી છે. એક્ટ્રેસે ઈમોશનલ પોસ્ટમાં કહ્યું હતું, 'દુઃખી મનથી હું 40 વર્ષ સુધી મારી સાથે જોડાયેલા રહેલાં મારા સેક્રેટરીને અલવિદા કહું છું. ડેડિકેટેડ, હાર્ડ વર્કિંગ તથા ક્યારેય ના થાકનારા મહેતાજી. તે મારા માટે પરિવારનો હિસ્સો હતો. અમે તેમને કોવિડને કારણે ગુમાવી દીધા. આ અપૂર્ણીય ક્ષતિ છે અને તે જે ખાલીપો મૂકીને ગયા છે, તેને કોઈ ભરી શકે તેમ નથી.'

હેમાની દીકરી સહિત અનેક સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
હેમાની પોસ્ટ પર રિએક્ટ કરતાં દીકરી એશા દેઓલ તથા રવિના ટંડન સહિત અનેક સેલેબ્સે મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એશાએ કહ્યું હતું, 'અમને તમામને તમારી બહુ જ યાદ આવશે. તે અમારા પરિવારના સભ્યા હતા અને તેમની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. તે માતા માટે સૌથી સારા હતા. કેટલાં સમર્પિત વ્યક્તિ હતા. તમારી બહુ જ યાદ આવશે મહેતા અંકલ. તમારી આત્માને શાંતિ મળે.'

રવિના ટંડને કહ્યું હતું, 'હૃદયના ઊંડાણથી સંવેદના. ઓમ શાંતિ.' સિંગર પંકજ ઉધાસે કહ્યું હતું, 'તમે તથા તમારા પરિવાર માટે મારી દિલથી સંવેદના. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.'

કોરોના ઈન્ડસ્ટ્રીથી અનેક સેલેબ્સ જતા રહ્યાં
કોરોનાથી અત્યાર સુધી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક સેલેબ્સનું અવસાન થયું છે. હિંદી-ભોજપુરી એક્ટ્રેસ શ્રીપદા, 'છિછોરે' ફૅમ અભિલાષા પાટિલ, બિક્રમજીત કંવરપાલ, સંગતીકાર શ્રવણ રાઠોડ, કિશોર નંદલાસ્કર, કેવી આનંદ, સતીશ કૌલ સહિતના સેલેબ્સ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે.