તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોફા પર બેસીને હવન કર્યો:એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ વિશ્વ પર્યાવરણ દિવસે ઘરમાં હવન કરી કહ્યું, ‘કોરોના આવ્યો ત્યારથી રોજ આ કરું છું’

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે ઘરે હવન કર્યો  - Divya Bhaskar
વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે ઘરે હવન કર્યો 
  • કોરોના મહામારી આવ્યા પછી એક્ટ્રેસ સવાર-સાંજ એમ બે ટાઈમ હવન કરે છે
  • કોરોના અને ઘરમાં ઝઘડાને દૂર રાખવા એક્ટ્રેસે દરેકને હવન કરવા અપીલ કરી

એક્ટ્રેસ અને મથુરાનાં ભાજપ સાંસદ હેમા માલિનીએ શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર પોતાને ઘરે હવન કર્યો. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સોફા પર બેસીને હવન કરતાં દેખાઈ રહ્યાં છે. સાથે મંત્રો પણ બોલી રહ્યાં છે. હવન કુંડને હાથમાં લઈને ફરતાં પણ જોઈ શકાય છે.

વીડિયોમાં હેમાએ શું કહ્યું?
એક્ટ્રેસે કહ્યું,‘હું હંમેશાં સવારના સમયે હવન કરું છું. છેલ્લા એક વર્ષથી સતત પૂજા પછી હવન કરું છું. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી હું સવારે અને સાંજે એમ બે ટાઈમ હવન કરું છું. આ ખૂબ જરૂરી છે, કેમ કે એનાથી વાતાવરણ શુદ્ધ થાય છે, તેમાં ઘણી બધી સામગ્રીઓ છે, ઘી છે, લીમડાનાં પાન છે. કોરોના કે કોઈપણ બીમારી ઘરમાં આવે નહીં, આથી હવન કરું છું અને ઘરમાં ઝઘડા પણ ના થાય. તમે લોકો પણ કરો, અવશ્ય કરવો જ જોઈએ.’

આ ફોટો 2 નવેમ્બર, 2020નો છે. હેમા માલિનીએ દીકરી ઈશાના જન્મદિવસે શેર કર્યો હતો. તેઓ ઘરમાં દીકરી સાથે પૂજા-પાઠ કરી રહ્યાં છે.
આ ફોટો 2 નવેમ્બર, 2020નો છે. હેમા માલિનીએ દીકરી ઈશાના જન્મદિવસે શેર કર્યો હતો. તેઓ ઘરમાં દીકરી સાથે પૂજા-પાઠ કરી રહ્યાં છે.

એક દિવસ પહેલાં શેર કરેલા વીડિયોમાં શું કહ્યું?
હેમાએ શુક્રવારે લોકોને કોરોનાને હરાવવા માટે ઘરમાં રહેવાની અપીલ કરી હતી. શુક્રવારે જાહેર કરેલા વીડિયોમાં સાંસદે કહ્યું, વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેક વ્રજવાસીઓ ઘરે રહીને પરિવાર સાથે હવન કરો. પ્રાચીન કાળથી ભારતમાં હવન કરવાની પ્રથાને લાભકારક અને નેગેટિવ શક્તિઓને શુદ્ધ કરવા માટે યોગ્ય ઉપાય માનવામાં આવી રહ્યો છે. આજે આખું વિશ્વ મહામારી સાથે પર્યાવરણ સંકટનો સામનો પણ કરી રહ્યું છે. તેવામાં માત્ર પર્યાવરણ દિવસ જ નહીં પણ કોરોના મહામારીનો અંત લાવવા માટે પણ રોજ હવન કરો.

સંઘે હવનની યોજના બનાવી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)એ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દરેક ઘરે હવનની યોજના બનાવી છે. મથુરામાં એક ઓનલાઈન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અન્ય અધિકારીઓ સાથે સાંસદ હેમા માલિની મથુરાથી જોડાયાં હતાં. તેમણે વીડિયો જાહેર કરીને સંદેશ પણ આપી દરેકને 5 જૂને ઘરમાં હવન કરવાનું અપીલ કરી.