તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનિલ કોઠારીનું નિધન:હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર શોક જતાવ્યો, લખ્યું- તેમણે કરિયરના શરૂઆતના સમયમાં મારી હિંમત વધારી હતી

2 મહિનો પહેલા

87 વર્ષીય નૃત્ય ઇતિહાસકર સુનિલ કોઠારીનું 27 ડિસેમ્બરે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઇ ગયું. આ વાતથી દુઃખી એક્ટ્રેસ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર શોક જતાવ્યો છે. તેમણે લખ્યું, 'મહાન નૃત્ય ઇતિહાસકાર સુનિલ કોઠારીનું નિધન થઇ ગયું છે. તે એ લોકોમાંના એક હતા, જેમણે મારા કરિયરના શરૂઆતના સમયમાં મારી હિંમત વધારી હતી. તે કલા પ્રેમી અને શાનદાર વ્યક્તિ હતા. તેમણે શાસ્ત્રીય નૃત્યમાં રસ લીધો અને યુવા ડાન્સર્સને પ્રોત્સાહિત કર્યા. તમારી ખરેખર યાદ આવશે સુનિલ જી.'

કોરોના પોઝિટિવ હતા સુનિલ
સુનિલ કોઠારીના નજીકના મિત્રે જણાવ્યું કે, 'તેમની તબિયત છેલ્લા ઘણા દિવસથી ખરાબ હતી અને એક મહિના પહેલાં તે કોરોના પોઝિટિવ હતા. ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો