તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લગ્નનાં 40 વર્ષ બાદ હેમા માલિનીનો ખુલાસો:લેજન્ડરી એક્ટ્રેસે કહ્યું, ધર્મેન્દ્ર સાથે વધુ સમય પસાર ન કરી શકી, પરંતુ અમે જેટલો પણ સમય સાથે પસાર કર્યો તે ઘણો કિંમતી હતો

7 દિવસ પહેલા

હેમા માલિની અને ધર્મેન્દ્રનાં લગ્નને 40 વર્ષથી વધુ સમય થયો છે. પરંતુ તેમના જણાવ્યા મુજબ તો લગ્ન બાદ ધર્મેન્દ્રે તેમને વધુ સમય આપ્યો નથી. શુક્રવારે 72 વર્ષના થયેલા હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં આ દાવો કર્યો છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે તે તેમની જિંદગીની કઈ વસ્તુને બદલવા ઈચ્છે છે?

'અમે જે સમય વિતાવ્યો, તે ઘણો કિંમતી હતો'
સ્પોટબોય સાથેની વાતચીતમાં હેમાએ કહ્યું, 'મને નથી લાગતું કે હું કોઈ વસ્તુને બદલવા ઈચ્છું છું. મને ધરમજી સાથે વધુ સમય પસાર કરવા ન મળ્યો, પણ ઠીક છે. અમે જે સમય વિતાવ્યો, તે ઘણો કિંમતી હતો. અમે 'આ કેમ ન કર્યું?', 'તે કેમ ન કર્યું?', 'તમને મોડું કેમ થઇ ગયું?' જેવી વાતોમાં ન ફસાયા. મેં મારો સમય મારા પ્રેમને ફરિયાદ કરવામાં વેડફી નાખ્યો નહીં.'

1979માં હેમા- ધર્મેન્દ્રનાં લગ્ન થયાં હતાં
હેમા માલિની અને ધર્મેન્દ્રનાં લગ્ન 21 ઓગસ્ટ 1979ના રોજ થયા હતા. જણાવવામાં આવે છે કે તેમની પહેલી મુલાકાત ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ 'આસમાન મહલ'ના પ્રીમિયર પર 1965માં થઇ હતી. જોકે, તેમનો પ્રેમ ફિલ્મ 'શોલે'ના શૂટિંગ દરમ્યાન એકદમ પાટે ચડ્યો હતો. હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર છે જે સની દેઓલ અને બોબી દેઓલની માતા છે.

લગ્ન પછી ક્યારેય હેમા ધર્મેન્દ્રના ઘરે નથી ગયા
રામ કમલ મુખર્જીના પુસ્તક 'હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ' મુજબ હેમા લગ્ન બાદ ક્યારેય ધર્મેન્દ્રના ઘરે ગયા જ નથી. હેમાનાં મતે, 'હું કોઈને પણ ડિસ્ટર્બ કરવા માગતી નહોતી. ધરમજીએ મારા તથા મારી દીકરીઓ માટે જે પણ કર્યું તેનાથી હું ખુશ છું. તેમણે પિતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. આજે હું કામ કરું છું અને મારી ડિગ્નિટી મેન્ટેઈન કરવામાં સમક્ષ છું, મેં મારા જીવનને આર્ટ તથા કલ્ચર સાથે જોડી દીધું છે.' (વાંચો આખા સમાચાર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો