તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હેમાનો એક કિસ્સો આવો પણ:હેમાના બંગલાથી માત્ર પાંચ મિનિટના અંતર પર ધર્મેન્દ્રનું ઘર, લગ્ન બાદ ક્યારેય નથી ગઈ, દીકરીને ત્યાં પહોંચવામાં 34 વર્ષ લાગ્યાં હતાં

મુંબઈ9 દિવસ પહેલા

હેમા માલિનીનો આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ 72મો જન્મદિવસ છે. હેમાનો જન્મ તમિળનાડુમાં 1948માં થયો હતો. હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. જોકે, ધર્મેન્દ્રના હેમા સાથેના આ બીજા લગ્ન હતા. આથી જ હેમા ક્યારેય ધર્મેન્દ્રના ઘરે ગઈ નથી, પરંતુ હેમાની દીકરી એશા 34 વર્ષે પિતાના ઘરે જઈ શકી હતી. આ વાતનો ઉલ્લેખ રામ કમલ મુખર્જીના પુસ્તક 'હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ'માં કરવામાં આવ્યો છે.

એશા બીમાર કાકાની ખબર કાઢવા પિતાના ઘરે ગઈ હતી
આ વાત તે સમયની છે જ્યારે ધર્મેન્દ્રના ભાઈ તથા અભય દેઓલના પિતા અજીત સિંહ દેઓલની સ્થિતિ ઘણી જ ગંભીર હતી. તેઓ પથારીવશ હતા અને એશા પોતાના કાકાને મળવા માગતી હતી. બુકમાં એશાના માધ્યમથી કહેવામાં આવ્યું છે, 'હું કાકાને મળવા માગતી હતી. તે મને તથા આહનાને ઘણો જ પ્રેમ કરતા હતા. અમે અભય દેઓલની ઘણાં જ નિકટ છીએ. અમારી પાસે તેમના ઘરે જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. તેઓ હોસ્પિટલમાં એડમિટ નહોતા. આથી મેં સની ભૈયા (સની દેઓલ)ને ફોન કર્યો અને તેમણે મળવાની પૂરી વ્યવસ્થા કરી આપી હતી.

અજીત સિંહ તથા ધર્મેન્દ્ર, 23 ઓક્ટોબર, 2015ના રોજ અજીત સિંહનું અવસાન થયું હતું. તેઓ ગોલ બ્લડર કોમ્પલિકેશનની સારવાર કરાવતા હતા.
અજીત સિંહ તથા ધર્મેન્દ્ર, 23 ઓક્ટોબર, 2015ના રોજ અજીત સિંહનું અવસાન થયું હતું. તેઓ ગોલ બ્લડર કોમ્પલિકેશનની સારવાર કરાવતા હતા.

હેમાનો બંગલો ધર્મેન્દ્રના ઘરથી પાંચ મિનિટ દૂર
બુકમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હેમાનો બંગલો 'આદિત્ય' ધર્મેન્દ્રના 11th રોડ હાઉસથી માત્ર પાંચ મિનિટના અંતરે છે, પરંતુ દીકરી એશાને ત્યાં જવામાં 34 વર્ષ લાગ્યા. એશાનો જન્મ 1981માં થયો હતો અને તે પોતાના પિતાના ઘરે 2015માં ગઈ હતી.

હેમા કેમ ધર્મેન્દ્રના ઘરે નથી ગઈ?
રામ કમલના પુસ્તક પ્રમાણે, લગ્ન પહેલા હેમા, ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરને અનેક વાર મળી હતી. જોકે, લગ્ન બાદ તેમના સંબંધો બદલાઈ ગયા હતા. હેમાનાં મતે, 'હું કોઈને પણ ડિસ્ટર્બ કરવા માગતી નહોતી. ધરમજીએ મારા તથા મારી દીકરીઓ માટે જે પણ કર્યું તેનાથી હું ખુશ છું. તેમણે પિતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે.'

'આજે હું કામ કરું છું અને મારી ડિગ્નિટી મેન્ટેઈન કરવામાં સમક્ષ છું, મેં મારા જીવનને આર્ટ તથા કલ્ચર સાથે જોડી દીધું છે. મને લાગે છે કે જો પરિસ્થિતિ આનાથી થોડી પણ અલગ હોત તો હું આજે અહીંયા ના હોત.'

હેમાએ કહ્યું હતું, હું પ્રકાશનું ઘણું જ સન્માન કરું છું
હેમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'ભલે હું ક્યારેય પ્રકાશ અંગે વાત ના કરતી હોઉં પરંતુ હું તેમનું ઘણું જ સન્માન કરું છું. મારી દીકરીઓ પણ ધરમજીના પરિવારને માન-સન્માન આપે છે. દુનિયા મારા જીવન અંગે જાણવા માગે છે. જોકે, આ વાતો બીજાને જણાવવાની જરૂર નથી. આ વાતો સાથે બીજાને કોઈ મતલબ ના હોવો જોઈએ.

ધર્મેન્દ્ર તથા પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે
ધર્મેન્દ્ર તથા પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે

હેમાના ભાઈના ઘરે લગ્ન થયા હતા
હેમાના લગ્ન તેના ભાઈના ઘરે થયા હતા. આ તમિળ વેડિંગ હતાં. કહેવાય છે કે ધર્મેન્દ્ર તથા હેમા આ જ રીતે લગ્ન કરવા માગતા હતા. બુક પ્રમાણે, ધર્મેન્દ્રના પિતા કેવલ કૃષ્ણ સિંહ દેઓલને હેમા તથા તેનો પરિવાર ઘણો જ પસંદ હતો.

હેમાએ બુકમાં કહ્યું હતું, 'કેવલ કૃષ્ણ સિંહ દેઓલ અવારનવાર અમારા ઘરે આવતા અને પિતા તથા ભાઈની સાથે ચા પીતા હતા. આ દરમિયાન તેઓ પંજો પણ લડાવતા. તેઓ મારા ભાઈ અને પિતાને હરાવ્યા બાદ મજાકમાં કહેતા કે તમે લેકો ઘી-માખણ-લસ્સી લો. ઈડલી-સંભારથી તાકાત આવતી નથી. ત્યારબાદ બાદ તે બહુ જ હસતા.'

ધર્મેન્દ્રની માતાએ ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા હતા
હેમાની બુકમાં ધર્મેન્દ્રની માતા સતવંત કૌર સાથેના સંબંધોની પણ વાત કરવામાં આવી છે. હેમાના મતે, 'ધરમજીની માતા સતવંત કૌર ઘણાં જ સારા મહિલા હતાં. મને યાદ છે કે એકવાર તેઓ મને મળવા માટે જુહૂના એક ડબિંગ સ્ટૂડિયોમાં આવ્યા હતા. તે સમયે મેં એશાના કન્સીવ કરી હતી. તેમણે ઘરમાં કોઈને આ વાત કહી નહોતી. મેં તેમના ચરણ સ્પર્શ કર્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે બેટા હંમેશાં ખુશ રહો. મને આ જોઈને ઘણો જ આનંદ થયો હતો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો