તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલવિદા દિલીપ કુમાર:ટ્રેજેડી કિંગના અવસાનના સમાચાર સાંભળીને દુઃખી સાયરાબાનોના મોંમાંથી સરી પડ્યા આ શબ્દો...

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજ સવારે સાડા સાત વાગે દિલીપ કુમારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું 7 જુલાઈએ સવારે હિંદુજા હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની પત્ની સાયરાબાનોએ પતિની અંતિમ ક્ષણ સુધી સેવા કરી હતી. જ્યારે તેમને પતિના નિધનની જાણ થઈ ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા.

ડૉ.જલીલ પારકરે દિલીપ કુમારના અવસાનની જાણ કરી
મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ડૉ. જલીલ પારકરે દિલીપ કુમારનું નિધન થયું હોવાની જાહેરાત કરી હતી. તેમણે જ સાયરાબાનુને આ અંગેની જાણ કરી હતી. પતિના અવસાનના સમાચાર સાંભળીને સાયરા બાનુએ કહ્યું હતું, 'ભગવાને મારી પાસે જીવવાનું કારણ છીનવી લીધું. સાહેબ વગર હું કંઈ જ કરવાનું વિચારી પણ શકતી નથી. દરેક લોકો મહેરબાની કરીને પ્રાર્થના કરે.'

દિલીપ કુમારના નિધન બાદ ઘેરા શોકમાં સાયરાબાનુ
દિલીપ કુમારના નિધન બાદ ઘેરા શોકમાં સાયરાબાનુ

ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારને 30 જૂનના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં પાણી ભરાઈ જતું હતું. આ પહેલાં તેમને છ જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 11 જૂને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
દિલીપ કુમારને 21 બંદૂકોની સલામી સાથે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. તેમને જુહૂના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. અહીંયા જ મધુબાલાને પણ દફનાવવામાં આવી છે.

શાહરુખ ખાને સાંત્વના પાઠવી હતી
શાહરુખ ખાને સાંત્વના પાઠવી હતી
કબ્રસ્તાનમાં સાયરાબાનો હાજર રહ્યાં હતાં
કબ્રસ્તાનમાં સાયરાબાનો હાજર રહ્યાં હતાં
પતિના અવસાનના સમાચાર સાંભળીને સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં હતાં
પતિના અવસાનના સમાચાર સાંભળીને સાયરાબાનો એકદમ ભાંગી પડ્યાં હતાં
જુહુના કબ્રસ્તાનમાં દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક
જુહુના કબ્રસ્તાનમાં દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક
અન્ય સમાચારો પણ છે...