મા-દીકરાનો પ્રેમ:મલાઈકા અરોરાના અકસ્માતના સમાચાર સાંભળીને અરહાન જોર જોરથી રડવા લાગ્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અકસ્માતના સમાચાર સાંભળ્યા બાદ દીકરા અરહાનનું રિએક્શન શું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે અરહાન ઘણો જ ટેન્શનમાં આવી ગયો હતો. તે તરત જ ભારત પરત આવવા માગતો હતો. તે ફોન પર જોર જોરથી રડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મલાઈકાનો થોડાં સમય પહેલાં એક્સિડન્ટ થયો હતો અને તેને માથામાં ટાંકા આવ્યાં હતાં.

દીકરાને મળ્યાના 48 કલાક બાદ જ અકસ્માત થયો હતો
મલાઈકાએ કહ્યું હતું, 'હું અરહાનને મળીને પરત આવી હતી. માત્ર 48 કલાક થયા હતા અને અકસ્માત થયો હતો. હું કામ અર્થે અમેરિકા ગઈ હતી. આ જ કારણે મેં અને અરહાને અમેરિકામાં સારો એવો સમય પસાર કર્યો હતો. અકસ્માત બાદ અરહાન ફોન પર જોર જોરથી રડતી હતી. અરહાન ટેન્શનમાં આવી ગયો હતો અને અમેરિકાથી ભારત આવવા માગતો હતો. આ પરિસ્થિતિમાં તમે બાળક સામે શું અપેક્ષા રાખી શકો?'

વધુમાં મલાઈકાએ કહ્યું હતું, 'અરહાન સાથે દરેક લોકો વાત કરતાં હતાં, પરંતુ તેને કોઈની વાત પર વિશ્વાસ નહોતો. તેના મિત્રો તેને ફોન કરીને તમામ વાતો કહી રહ્યા હતા. તેને ખ્યાલ નહોતો કે મને કેટલું વાગ્યું છે. તે બસ એટલું જાણવા માગતો હતો કે હું ઠીક છું કે નહીં. તેને મારી સર્જરી, રિકવરી અંગે બધી જ જાણ કરવામાં આવી હતી, પરંતુ તેને કોઈની વાત પર વિશ્વાસ નહોતો.'

ભાન આવ્યા બાદ મલાઈકાએ દીકરા સાથે વાત કરી
મલાઈકાએ આગળ કહ્યું હતું, 'અરહાનને લાગ્યું કે બધા તેની આગળ ખોટું બોલે છે. હું ભાનમાં આવી એટલે મેં તરત જ તેની સાથે ફોન પર વાત કરી હતી. તેણે મારી સાથે વાત કરી પછી તેને શાંતિ થઈ હતી.'

ટ્રાફિકને કારણે અકસ્માત
2 એપ્રિલના રોજ મલાઈકાનો અકસ્માસ મુંબઈ-પુણે હાઇવે પર થયો હતો. મલાઈકા પુણેથી મુંબઈ આવતી હતી તે સમયે વધુ ટ્રાફિક હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો.

​​​​​​​ડિવોર્સ બાદ દીકરાની કસ્ટડી મલાઈકાને મળી
મલાઈકા તથા અરબાઝે ડિવોર્સ લીધા છે. 2017માં ડિવોર્સ થયા ત્યારે મલાઈકાને દીકરાની કસ્ટડી મળી હતી. 2019થી મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરે છે. બંને આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા છે.