બિગ બીનો સિક્યોરિટી ચર્ચામાં:અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા લેનાર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો, સેવા નિયમોના ઉલ્લંઘનનો આરોપ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિતેન્દ્રે વર્ષ 2015થી લઈને ઓગસ્ટ 2021 સુધી અમિતાભની સાથે તેમના બોડીગાર્ડ તરીકે કામ કર્યું હતું

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના એક્સ સિક્યોરિટી ગાર્ડ જિતેન્દ્ર શિંદે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુંબઈ પોલીસે અમિતાભના એક્સ બોડીગાર્ડ અને હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર નારાયણ શિંદેને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધો છે. જિતેન્દ્રે વર્ષ 2015થી લઈને ઓગસ્ટ 2021 સુધી અમિતાભની સાથે તેમના બોડીગાર્ડ તરીકે કામ કર્યું હતું. જિતેન્દ્રને સસ્પેન્ડ થવાની જાણકારી પોલીસના એક અધિકારીએ આપી છે.

શિંદેની વાર્ષિક આવક રૂ. 1.5 કરોડ છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેને સસ્પેન્ડ કરવાના આદેશ મંગળવારે જારી કરવામાં આવ્યા હતા અને તેની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શિંદે અમિતાભની સિક્યોરિટી કરતા પહેલા મુંબઈ પોલીસની સુરક્ષા શાખામાં તૈનાત હતો. મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેને જ્યારે ખબર પડી કે શિંદેની વાર્ષિક કમાણી 1.5 કરોડ રૂપિયા છે તો તેણે અમિતાભ બચ્ચનની સિક્યોરિટીથી હટાવી દેવામાં આવ્યો હતો. તેના પછી શિંદેને મુંબઈ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

પત્નીના નામ પર સુરક્ષા એજન્સી ખોલી રાખી છે
જિતેન્દ્ર શિંદેને સસ્પેન્ડ કરવાનું ચોક્કસ કારણ પૂછવામાં આવ્યું ત્યારે મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કોન્સ્ટેબલ શિંદે તેના વરિષ્ઠો અધિકારીઓને જાણ કર્યા વિના ઓછામાં ઓછા 4 વખત દુબઈ અને સિંગાપોરની મુસાફરી કરી ચૂક્યો છે. તેમણે કહ્યું કે સેવાના નિયમો અનુસાર તેણે વિદેશ મુસાફરી માટે તેને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.જિતેન્દ્રએ જણાવ્યું કે તેણે પોતાની પત્નીના નામે એક સિક્યોરિટી એજન્સી પણ ખોલી છે, જે બચ્ચન પરિવારને સુરક્ષા પૂરી પાડતી હતી. પરંતુ ફીની લેવડદેવડ બેંક અકાઉન્ટમાં કરવામાં આવતી હતી. ​​​​​​​

જિતેન્દ્રએ કેટલીક સંપત્તિઓ પણ ખરીદી હતી
સિનિયર અધિકારીએ આગળ જણાવ્યું કે, જિતેન્દ્રે કેટલીક સંપત્તિઓ પણ ખરીદી હતી, જેનો ખુલાસો તેણે નથી કર્યો. અધિકારીએ જણાવ્યું કે, શિંદેના સસ્પેન્શન બાદ, મુંબઈ પોલીસ કમિશનરે અધિક પોલીસ કમિશનર (દક્ષિણ) દિલીપ સાવંતની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને 'X'કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જેના અંતર્ગત 4 પોલીસ કોન્સ્ટેબલ તેમને 2 શિફ્ટમાં સુરક્ષા પૂરી પાડે છે. એટલે કે દરેક શિફ્ટમાં 2 કોન્સ્ટેબલ બિગ બીની સુરક્ષામાં હંમેશાં તૈનાત રહે છે.