બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજકાલ આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. રણબીર હાલમાં જ શ્રધ્ધા કપૂર સાથે એક રિયાલીટી શોમાં પહોચ્યો હતો. રણબીરે રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 13માં પહોંચી દીકરી રાહા વિશે પણ ખુલ્લીને વાત કરી હતી.
આ વિશે સમગ્ર વાત કરવામાં આવે તો, શો દરમિયાન, એક નાનકડા સ્પર્ધકે રણબીરને પૂછ્યું, 'રણબીર સર, જ્યારે તમારી દાઢી ન હતી, ત્યારે તમે ખૂબ જ સુંદર લાગતાં હતાં. હવે દાઢી આવી ગઇ છે, શું તે તેના બાળકને વાગતી નથી?' જેના જવાબમાં રણબીરે કહ્યું કે, મેં આ દાઢી ફિલ્મ માટે વધારી છે. જ્યારથી મારી દીકરી રાહાનો જન્મ થયો છે ત્યારથી તે મને આ લુકમાં જ જોતી આવી છે. મને એ વાતનો ડર નથી કે મારી દાઢી તેને વાગતી હશે પરંતુ મને ડર એ વાતનો છે દાઢી કર્યા પછી કદાચ તે મને ઓળખી જ ન શકે.
રણબીરનું દિલ તુટી જશે
વધુમાં રણબીરે જણાવ્યું હતું કે, રાહાને માત્ર મારી આંખોમાં જોઈને હસવાની આદત છે અને હું શરત લગાવીશ કે તે ખરેખર મારી આંખથી નીચેના લેવલને નથી જોયું. મને ખાતરી છે કે તે મારા ક્લીન શેવન લુકને પણ ઓળખશે, પરંતુ જો તે મને નહીં ઓળખે તો મારું દિલ તૂટી જશે. તેનો આ વીડિયો જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
8 માર્ચે રિલીઝ થશે ફિલ્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, લવ રંજન દ્વારા નિર્દેશિત રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' 8 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.