અલવિદા કેકે:કૃષ્ણ કુમાર કુન્નથ પંચમહાભૂતમાં વિલીન; દીકરાએ મુખાગ્નિ આપ્યો, પરિવાર ને સેલેબ્સે રડતી આંખે અંતિમ વિદાય આપી

મુંબઈ2 મહિનો પહેલા
  • કોલકાતામાં 31 મેની રાત્રે કેકેનું કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું

53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ) હવે આ દુનિયામાં નથી. કેકેનું 31 મેના રોજ કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ લાઇવ શોમાં પર્ફોર્મ કરતા હતા. પર્ફોર્મન્સ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતા ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. પહેલી જૂનના રોજ કોલકાતામાં કેકેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પરિવાર તેમના પાર્થિવદેહને AI 773 ફ્લાઇટમાં મુંબઈ લાવ્યો હતો.

કેકેની અંતિમ યાત્રા
કેકેનો પાર્થિવદેહ પાર્ક પ્લાઝામાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. સંગીતજગતની અનેક જાણીતી હસ્તીઓ અંતિમ દર્શન માટે આવી હતી. એક વાગે ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી. વર્સોવાના હિંદુ સ્મશાન ઘાટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.

કેકે પોતાના ગીતોને કારણે ચાહકોના મનમાં હંમેશાં યાદ રહેશે.
કેકે પોતાના ગીતોને કારણે ચાહકોના મનમાં હંમેશાં યાદ રહેશે.
કેકેની અંતિમ યાત્રામાં ચાહકોએ 'કેકે અમર રહો'ના નારા લગાવ્યા હતા.
કેકેની અંતિમ યાત્રામાં ચાહકોએ 'કેકે અમર રહો'ના નારા લગાવ્યા હતા.
સ્મશાનમાં સેલેબ્સ તથા ચાહકો ઉમટી પડ્યા હતા.
સ્મશાનમાં સેલેબ્સ તથા ચાહકો ઉમટી પડ્યા હતા.
સેલેબ્સે પરિવારને સાંત્વના આપી હતી.
સેલેબ્સે પરિવારને સાંત્વના આપી હતી.
સ્મશાન ઘાટમાં જાવેદ અખ્તર સહિત વિવિધ સેલેબ્સ આવ્યા હતા.
સ્મશાન ઘાટમાં જાવેદ અખ્તર સહિત વિવિધ સેલેબ્સ આવ્યા હતા.
સિંગર ઉદિત નારાયણ.
સિંગર ઉદિત નારાયણ.
કેકે અંતિમ સફર પર.
કેકે અંતિમ સફર પર.
સિંગર રાહુલ વૈદ્ય.
સિંગર રાહુલ વૈદ્ય.
પરિવાર તથા મિત્રો સ્મશાન ઘાટ ગયા હતાં.
પરિવાર તથા મિત્રો સ્મશાન ઘાટ ગયા હતાં.
મિત્રોએ ભીની આંખે કેકેને અંતિમ વિદાય આપી હતી.
મિત્રોએ ભીની આંખે કેકેને અંતિમ વિદાય આપી હતી.
દીકરો નકુલ.
દીકરો નકુલ.
જાવેદ અખ્તર તથા શંકર મહાદેવન.
જાવેદ અખ્તર તથા શંકર મહાદેવન.
એક્ટ્રેસ મિની માથુર.
એક્ટ્રેસ મિની માથુર.
ડિરેક્ટર કબીર ખાન.
ડિરેક્ટર કબીર ખાન.
સિંગર રેખા ભારદ્વાજ.
સિંગર રેખા ભારદ્વાજ.
વિશાલ ભારદ્વાજ.
વિશાલ ભારદ્વાજ.
હિમાંશ કોહલી.
હિમાંશ કોહલી.
સિંગર અલકા યાજ્ઞિક.
સિંગર અલકા યાજ્ઞિક.
સિંગર શ્રેયા ઘોષાલ.
સિંગર શ્રેયા ઘોષાલ.
ગીતકાર સમીર.
ગીતકાર સમીર.
શાંતનુ મોઈત્રા.
શાંતનુ મોઈત્રા.
સિંગર શિલ્પા રાવ.
સિંગર શિલ્પા રાવ.
સિંગર અરવિંદર સિંહ
સિંગર અરવિંદર સિંહ
સિંગર સલીમ મર્ચન્ટ.
સિંગર સલીમ મર્ચન્ટ.
સંગીતકાર રાઘવ સાચર
સંગીતકાર રાઘવ સાચર
સિંગર જાવેદ અલી
સિંગર જાવેદ અલી
સિંગર અભિજીત ભટ્ટાચાર્ય.
સિંગર અભિજીત ભટ્ટાચાર્ય.
વેબ સિરીઝ 'પંચાયત' ફૅમ ફૈસલ મલિક.
વેબ સિરીઝ 'પંચાયત' ફૅમ ફૈસલ મલિક.
સિંગર હરિહરન પત્ની સાથે.
સિંગર હરિહરન પત્ની સાથે.

મુંબઈ એરપોર્ટથી કેકેના પાર્થિવદેહને તેમના અંધેરી સ્થિત ઘરે લઈ જવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

કાર્ડિયેક અરેસ્ટને કારણ અવસાન
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, કેકેનું મોત માસિવ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે, કેકેને લાંબા સમયથી હૃદય સંબંધિત બીમારી હતી.

કેકેના મોતના સમાચાર સાંભળીને પરિવાર મુંબઈથી આવ્યો હતો.
કેકેના મોતના સમાચાર સાંભળીને પરિવાર મુંબઈથી આવ્યો હતો.

કોલકાતા પોલીસે કેસ કર્યો
કેકેનું આકસ્મિક મોત થતાં પોલીસે અસામાન્ય મોતનો કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેકેના ચહેરા તથા માથામાં ઈજાના નિશાન હતાં. પોલીસે હોટલ સ્ટાફની પૂછપરછ કરી હતી.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કેકેનું મોત થયું હતું
હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેકેને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનામાં કોઈ હલનચલન જોવા મળ્યું નહોતું. તેમના ધબકારા બંધ હતા. કેકેનો જ્યારે ECG રિપોર્ટ કાઢવામાં આવ્યો તો તેમનું મોત પહેલાં જ થઈ ચૂક્યું હતું. કેકે જ્યારે હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે સિંગરે ડ્રાઇવરને કારનું એસી વધારવાનું કહ્યું હતું. ડ્રાઇવરે એવો જવાબ આપ્યો હતો કે એસી ચાલુ જ છે તો કેકેએ એમ કહ્યું હતું કે તેને બહુ જ ગરમી લાગે છે. તેના હાથ ને પગના મસલ્સમાં દુખાવો થાય છે.

ઓડિટોરિયમમાં મિસ મેનેજમેન્ટ હતું
નીલોફર હુસૈને સો.મીડિયામાં એક લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે લખ્યું હતું કે નઝરુલ મંચ (કોન્સર્ટ વેન્યૂ)નું એસી કામ કરતું નહોતું. આ જ જગ્યાએ કેકેએ એક દિવસ પહેલાં પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે એસી અંગે ફરિયાદ પણ કરી હતી, કારણ કે તેમને પુષ્કળ પરસેવો થતો હતો.

'પહેલી વાત..આ ખુલ્લું ઓડિટોરિયમ નહોતું. જ્યારે આટલા પૈસા લીધા હોય ત્યારે આયોજકોએ પોતાની તૈયારી પર ધ્યાન રાખવાની જરૂર હતી. જો તમે પર્ફોર્મન્સનો વીડિયો ધ્યાનથી જોશે તો ખ્યાલ આવશે કે કેકેને પુષ્કળ પરસેવો થતો હતો અને તેઓ વારંવાર લૂછતાં હતાં. તેઓ વિનંતી કરતા હતા કે એસી ચાલુ કરો અને કેટલીક લાઇટ્સ ઓફ કરો. તેમણે કહ્યું હતું કે ગરમીને કારણે તેમનો જીવ જાય છે. લોકોએ ઓડિટોરિયમમાં દરવાજા તોડી નાખ્યા હતા. પાસ વગર પણ લોકો અંદર આવી ગયા હતા. મેનેજમેન્ટ શું કરતું હતું? સિક્યોરિટી શું કરતી હતી?

જરા કલ્પના તો કરો કે કોલકાતાની ગરમી, બંધ ઓડિટોરિયમ અને આટલી ભીડમાં એસી પણ કામ કરતું નથી અને તમે પાગલની જેમ પૂરી તાકાતથી ગીત ગાઓ છો. હાર્ટ -એટેક નોર્મલ નથી. હું શોક્ડ છું.'

કોન્સર્ટ દરમિયાન કેકેને તકલીફ થઈ?
પર્ફોર્મન્સ આપ્યા બાદ કેકેની તબિયત ખરાબ થઈ હતી. ત્યાર બાદ તેમનું મોત થયું હતું. સો.મીડિયામાં કેટલાક વીડિયો વાઇરલ થયા છે. આ વીડિયોમાં કેકે પર્ફોર્મન્સ દરમિયાન અસહજ જોવા મળ્યા હતા. એક વીડિયોમાં કેકેને હાથથી પકડીને કેટલાક લોકો બહાર લઈ ગયા હતા.