વિક્રમ ગોખલેની દીકરીએ કરી સ્પષ્ટતા:પપ્પાનું નિધન નથી થયું, તેમની હાલત અત્યંત નાજૂક છે, પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં, લાઇફ સપોર્ટ પર રખાયા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીડિયામાં વહેતા થયેલા નિધનના પગલે પત્ની અને પુત્રીએ સો.મીડિયામાં સ્પષ્ટતા કરી

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે નિધન થયું હોવાના સમાચાર બુધવારે રાત્રે વહેતા થયા હતા અને મોટાભાગના મીડિયામાં આ સમાચાર ચાલ્યા હતા. ઘણી સેલિબ્રિટિઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જો કે, આ અહેવાલો બાદ વિક્રમ ગોખલેનાં પત્ની અને પુત્રીએ સ્પષ્ટતા કરી છે કે તેમનું નિધન થયું નથી. તેમની હાલત અત્યંત નાજૂક છે. તેમણે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. જો કે, તે કયા રોગથી પીડિત છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના પ્રવક્તા શિરીષ યદગીકરે કહ્યું હતું, 'વિક્રમ ગોખલેના પરિવાર તથા ડૉક્ટર્સે વચ્ચે આજે સવારે 10 વાગે મિટિંગ થઈ હતી. એક્ટર જીવિત છે, પરંતુ તેમની સ્થિતિ ઘણી જ ગંભીર છે અને તે વેન્ટિલેટર પર છે. તેમના અવસાનના સમાચાર ખોટા છે.'

વિક્રમે અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું
વિક્રમ ટીવી, મરાઠી થિયેટર, હિંદી સિનેમામાં એક્ટિવ રહ્યા છે. વિક્રમ ગોખલેએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓએ પોતાનાં કરિયર દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તે સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં એશ્વર્યાનાં પિતાનાં પાત્રમાં નજર આવ્યા હતા. આ સિવાય તે ‘ભૂલભૂલૈયા’, ‘દિલ સે’, ‘દે દના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’, ‘અગ્નિપથ’, ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે.

ફિલ્મ અભિનેતા ચંદ્રાકાંત ગોખલેના પુત્ર છે વિક્રમ

વિક્રમ ગોખલે ફિલ્મના અભિનેતા ચંદ્રકાંત ગોખલેનાં પુત્ર હતા. વિક્રમ ગોખલેની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાની પહેલી ફિમેલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. ટેલિવિઝનમાં વિક્રમ ગોખલેએ પણ એક અલગ ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર 1989થી લઈને 1991ની વચ્ચે આવનાર ફેમસ શો ‘ઉડાન’નો પણ ભાગ હતા.

અન્ય સમાચારો પણ છે...