તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન પર હોબાળો:હરિયાણાના કૃષિ મંત્રીએ કહ્યું- ખેડૂતો ઘરમાં હોત તો પણ મર્યા હોત, તાપસી પન્નુ-રિચા ચઢ્ઢા ભડક્યાં

મુંબઈ11 દિવસ પહેલા

તાપસી પન્નુ તથા રિચા ચઢ્ઢાએ હરિયાણા સરકારના કૃષિ મંત્રી જય પ્રકાશ દલાલના વિવાદિત નિવેદન પર નારજગી પ્રગટ કરી હતી. જય પ્રકાશ દલાલે દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરતાં ખેડૂતોના મોત અંગે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ખેડૂતો ઘરમાં હોત તો પણ તેમના મોત થાત. શું છ મહિનામાં 200 લોકો પણ ના મરે? ખેડૂતોના મોત તેમની ઈચ્છાથી થયા છે.

તાપસીએ કહ્યું, 'માણસના જીવનની કિંમત કંઈ નહીં'
તાપસીએ એક ન્યૂઝ ક્લિપ શૅર કરીને કહ્યું હતું, 'માણસના જીવનની કંઈ જ કિંમત નથી. તમારા માટે અનાજ ઉત્પન્ન કરતાં લોકોની કિંમત કંઈ જ નથી. તેમના મોતની મજાક ઉડાવવામાં આવી રહી છે. બહુ જ સરસ. સ્લો ક્લેપ.'

આ જ રીતે રિચા ચઢ્ઢાએ કહ્યું હતું, 'સંપૂર્ણ રીતે અપમાનજનક. આપણે સારું ડિઝર્વ કરીએ છીએ.'

નિવેદન પર જય પ્રકાશ દલાલે સ્પષ્ટતા આપી
નિવેદન પર વિવાદ થતાં જય પ્રકાશ દલાલે ચોખવટ કરતો વીડિયો રિલીઝ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે ખેડૂતોનું આંદોલન દરમિયાન મોત થયું તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કોઈ વ્યક્તિનું કુદરતી રીતે મોત થતું નથી તો તે પણ દર્દનાક છે. મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મેં સો.મીડિયામાં વીડિયો જોયો. જો મારા નિવેદનથી કોઈને તકલીફ થઈ હોય તો હું માફી માગું છું. હરિયાણાના કૃષિ મંત્રી હોવાને કારણે હું ખેડૂતોની ભલાઈ માટે કામ કરી રહ્યો છું.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો