વિવાદ:હર્ષવર્ધન કપૂરે ફટાકડા ના ફોડવાની સલાહ આપી, યુઝર્સ ગુસ્સે થયા ને અનિલ કપૂરની ફટાકડા ફોડતી તસવીરો શૅર કરીને ટ્રોલ કર્યો

મુંબઈ23 દિવસ પહેલા
  • વિવાદ વધતાં હર્ષવર્ધન કપૂરે સો.મીડિયા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી

અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરને સો.મીડિયામાં જબરો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હર્ષવર્ધને દિવાળી પર એક પોસ્ટ શૅર કરીને ફટાકડાના અવાજથી ડરેલા પોતાના પાલતુ જાનવરો તથા પર્યાવરણની રક્ષા માટે ફટાકડા ના ફોડવાની સલાહ ાપી હતી. આ સાથે જ તેણે એમ કહ્યું હતું કે લોકોને સામાન્ય જ્ઞાન જાણવાની જરૂર છે. આ પોસ્ટ પર યુઝર્સે ભડકી ગયા હતા અને તેને ટ્રોલ કર્યો હતો.

હર્ષવર્ધન કપૂરની પોસ્ટ
હર્ષવર્ધને સો.મીડિયામાં કહ્યું હતું, 'લોકો હજી પણ દરેક જગ્યાએ ફટાકડા ફોડી રહ્યા છે. મારા પાલતુ જાનવર ડરી ગયા છે. આ ઘરમાં તમામ માટે અસહજ છે અને પર્યાવરણ માટે અનેક રીતે ખરાબ છે. હું આ કારણોને લીધી ક્યારેય સાંસ્કૃતિક પ્રીસેટનો કેદી રહીશ નહીં. ક્યારેક ક્યારેક કોમન સેન્સની પણ જરૂર પડે છે.'

યુઝર્સે અનિલ કપૂરની તસવીર શૅર કરી
હર્ષવર્ધન કપૂરની આ પોસ્ટ પર યુઝર્સે અનિલ કપૂર તથા સોનમ કપૂરની ફટાકડા ફોડતી તસવીરો શૅર કરીને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું, 'તારી વાત એકદમ સાચી છે. અમે આ વાતના વિરોધમાં છીએ. તો પછી આ તસવીરમાં કોણ છે?' હર્ષવર્ધન કપૂરે જવાબ આપતા કહ્યું હતું, 'આ ફોટો વર્ષો જૂનો છે, પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, આપણે નવું શીખીએ છીએ અને જાતને બદલવાનો પ્રયાસ કરીએ છીએ.'

અન્ય એક યુઝરે કહ્યું હતું, '2016 દિવાળીઃ શું તે તારી બહેન અને પપ્પાને ફટાકડા ફોડતા નહોતો રોક્યા? સામાન્ય જ્ઞાન હાલમાં જ આવ્યું? આના પ્રત્યુત્તરમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'અત્યારનું જુઓ ભાઈ, હું પરિવર્તન માટે તૈયાર છું પણ તું છે? આ વાતા પર વિચારો બસ.' અન્ય એક કમેન્ટના જવાબમાં હર્ષવર્ધને કહ્યું હતું કે તેના પરિવારના કોઈ સભ્યે આ વર્ષે ફટાકડા ફોડ્યા નથી, કારણ કે તમામ હવે વધુ જાગૃત થયા છે.

અન્ય એક પોસ્ટમાં હર્ષવર્ધને જવાબ આપ્યો હતો, 'ફટાકડા અંગેની મારી પોસ્ટ રાજકીય થવા માટે નથી. દુઃખની વાત એ છે કે ખરી રીતે તમારા લોકો વગર એક અભિપ્રાય પણ શૅર શકાય નહીં.' જોકે, વિવાદ વધતાં હર્ષવર્ધને પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

આ અઠવાડિયાની શરૂઆતમાં હર્ષવર્ધનની બહેન રિયા કપૂરે તમામને દિવાળી પર આતશબાજી ના કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું, 'ફટાકડા ફોડવા ઘોર અજ્ઞાની, બેજવાબદારની નિશાની છે. આવું કરવાનું બંધ કરો.' હર્ષવર્ધનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વેબ સિરીઝ 'રે'માં જોવા મળ્યો હતો. તે પિતા અનિલ કપૂર સાથે ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં જોવા મળશે.