તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લતા મંગેશકરને 92મા જન્મદિવસ પર ફેમસ સિંગર હરિહરને તેમને શુભેચ્છા આપતા તેમની સાથે કામ કરવાનો તેમનો અનુભવ દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો. તેમણે કહ્યું કે જ્યારે પહેલીવાર તેમની સાથે સ્ટેજ શોમાં ગાઈ રહ્યો હતો તો તેમણે મને એક શીખ આપી હતી.
હરિહરને કહ્યું, 'દીદીને જન્મદિવસની ઘણી શુભકામના. પ્રાર્થના કરું છું કે તે સ્વસ્થ અને ખુશ રહે. ફિલ્મોમાં ગાવા પહેલાં તેમની સાથે બંગાળ, લંડન વગેરે જગ્યાઓ પર ઘણા મોટા શો કર્યા છે. ત્યારબાદ તેમની સાથે લમ્હે, સત્ય વગેરે ફિલ્મોમાં ગીતો ગાયા. પોતાના પિતાજીના નામે વર્ષમાં એકવાર પ્રોગ્રામ કરતા હતા. તેમાં મેં ત્રણ ચાર વર્ષ પરફોર્મ કર્યું. તેમના પિતાજીના નામ પર જે અવોર્ડ છે જે તે પણ આપ્યો. મારા માટે આ સૌભાગ્યની વાત છે કે સૌથી પહેલા તેમણે એક લાઈવ મ્યુઝિશિયનને આ અવોર્ડ આપ્યો હતો.
દીદીએ ઓડિયન્સ સામે જોવાની ના પાડી હતી
'તેમની સાથે પહેલીવાર શોમાં ગાઈ રહ્યો હતો. ગીત હતું 'યે રાત ભીગી ભીગી..' સ્ટેજ પર જતા પહેલાં તેમણે કહ્યું કે હરિ પહેલીવાર ગાઈ રહ્યા છો તો વધુ ઉપર અને ઓડિયન્સ તરફ ન જોતા. હવે કોઈ કહે કે ઉપર ન જોતા તો તે કરવા ઉત્સાહિત રહીએ છીએ.'
'ના પાડી હતી છતાં મેં વાત ન માની'
'પહેલું મુખડું ગાયું તો તેમને ઘણું ગમ્યું. તેમણે ઈશારાથી મને કહ્યું પણ ખરા કે તેમને ગમ્યું. પરંતુ જેવું મ્યુઝિક વાગ્યું કે મેં હળવેથી નજર ઊંચી કરીને ઓડિયન્સ તરફ જોઈ લીધું. ત્યાં લાખોથી વધુ લોકોની ઓડિયન્સ બેઠી હતી. પહેલીવાર આટલા બધા લોકોને એકસાથે જોઈને એક ક્ષણ માટે મારું ધ્યાન હટી ગયું. પછી તો અંતરો શરૂ થયો કે ભૂલ કરી બેઠો.'
'મારી ભૂલ પર તેઓ હસી રહ્યા હતા'
'જોકે ભૂલ ઓડિયન્સને નહીં ખાલી અમને જ ખબર પડી. પરંતુ જ્યારે 2 મિનિટ પછી દીદી તરફ જોયું તો તેઓ હસી રહ્યા હતા કે તમે કેમ ઓડિયન્સ તરફ જોયું. તેમને ઓબ્ઝર્વ કરીને જ અમને ઘણું બધું શીખવા મળે છે.'
'ગીત યાદ ન રહે ત્યાં સુધી તે માઈક પર ન આવતા'
'દીદીને જ્યાં સુધી ગીત યાદ ન રહે ત્યાં સુધી તેઓ માઈક સામે આવતા ન હતા. એવું ક્યારેય નથી થયું કે યાદ કર્યા વગર માઈક સામે આવી ગયા. રિહર્સલ બે ત્રણ વખત કર્યા બાદ દરેક વખત તે જ રીતે ગીત ગાતા હતા. બે ત્રણ રિહર્સલ પછી એવું લાગતું કે ગીતમાં શું જાન આવી ગઈ છે.'
'દીદી કેરમ ઘણું સારું રમે છે'
'દીદી કેરમ બોર્ડ ઘણી સારી રીતે રમે છે. વેરી ગુડ કેરમ બોર્ડ પ્લેયર. મેં તેમની સાથે તેમના ઘરે એક બે વાર કેરમ રમ્યું છે. તેમનો ગેમ રમવાનો અંદાજ જ અલગ હોય છે. એકદમ શાર્પ. તેને રમવામાં પણ એક અલગ પ્રકારની નઝાકત હોતી હતી, તે એકદમ અલગ રીતે વિચારે છે.'
(જેવું હરિહરને ઉમેશ કુમાર ઉપાધ્યાયને જણાવ્યું)
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.