તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી બર્થડે સલમાન ખાન:એક્ટરને 19 વર્ષની ઉંમરે પ્રથમવાર પ્રેમ થયો હતો, અશોક કુમારની પૌત્રી શાહીન જાફરી માટે કલાકો સુધી કોલેજની બહાર ઊભો રહેતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 27 ડિસેમ્બરે બોલિવૂડ એક્ટર સલમાન ખાન 55 વર્ષનો થયો છે. સલમાન ખાનની લવલાઈફ હંમેશાં ચર્ચામાં રહી છે. તેની લાઈફમાં ઘણી છોકરીઓ આવી અને ગઈ પણ શું તમને ખબર છે તેની પ્રથમ ગર્લફ્રેન્ડ કોણ હતી? જસીમ ખાને લખેલી સલમાનની બાયોગ્રાફી ‘બીઈંગ સલમાન’માં તેની પ્રથમ ગર્લફ્રેન્ડ અને તેની સાથે જોડાયેલી આખી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે કોણ હતી, બંને કેવી રીતે મળ્યા, કેવી રીતે અલગ થયા અને કોને લીધે તેમની સંબંધ તૂટી ગયો આ બધી વાત લખેલી છે.

શાહીન જાફરી ફર્સ્ટ ગર્લફ્રેન્ડ હતી
મોડલ રહી ચૂકેલી શાહીન જાફરી સલમાનનો પ્રથમ પ્રેમ હતો. શાહીન સુપર સ્ટાર અશોક કુમારની પૌત્રી છે. અશોક કુમારની દીકરી ભારતીએ ફિલ્મ અભિનેતા સઈદ જાફરીમાં ભાઈ હામિદ જાફરી સાથે બીજા લગ્ન કર્યા. હામિદ-ભારતીને બે દીકરીઓ થઈ, જેનિવ અને શાહીન જાફરી. આ લવ સ્ટોરી તે સમયની છે, જ્યારે સલમાન કોઈ ફિલ્મ સ્ટાર નહોતો અમે મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો.

સલમાન કોલેજની બહાર ઊભો રહેતો હતો
સલમાન 19 વર્ષનો હતો ત્યારે તે શાહીન જાફરી સાથે હતો. તે સમયે લાલ રંગની સપોર્ટસ કાર ઘણીવાર સેન્ટ ઝેવિયર કોલેજની બહાર દેખાતી કારણકે શાહીન ત્યાં ભણતી હતી. સલમાનની દિવાનગી જોઇને તે ઈમ્પ્રેસ થઈ ગઈ. બંને એકબીજાનો હાથ પકડવા તૈયાર હતા. સલમાનના પરિવારને પણ શાહીન ગમતી હતી પરંતુ ત્યારે જ સંગીતા બિજલાની બંનેની વચ્ચે આવી ગઈ.

સલમાન અને શાહીન મુંબઈના એક હેલ્થ ક્લબમાં જતા હતા અને ત્યાં સંગીતા પણ આવતી હતી. આ દરમિયાન સંગીતા અને સલમાન બંને દોસ્ત બન્યા અને એકબીજાની નજીક આવી ગયા. શાહીનને કેથે પેસિફિક એરલાઈન્સમાં નોકરી મળી ગઈ હતી અને તે સલમાન ખાનથી દૂર જતી રહી. આ તરફ સલમાન સંગીતા સાથે લગ્ન કરવા ઉત્સુક હતો. બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ચૂક્યા હતા પરંતુ સંગીતાએ ના પાડી અને આ સંબંધ પૂરો થઇ ગયો. જો કે, બ્રેકઅપ પછી પણ આજે પણ સલમાન અને સંગીતા સારા મિત્રો છે. બંને એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહે છે.

સંગીતા પછી સોમી અલી, એશ્વર્યા રાય, કેટરિના કૈફ પણ સલમાનની જિંદગીમાં આવી પરંતુ બધાનું બ્રેકઅપ થઈ ગયું. હાલ સલમાન રોમાનિયાની મોડલ અને એક્ટ્રેસ લુલિયા વન્તુર સાથે રિલેશનશિપમાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો