તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવુડ એક્ટર અંગદ બેદી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક્ટર બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતો હતો. તે દિલ્હીની અંડર 19 ક્રિકેટ ટીમનો સભ્ય પણ રહ્યો છે. અંગદના પિતા બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂક્યા છે, જેને લીધે તે ઘણું પ્રેશર પણ સહન કરી ચૂક્યો છે. ક્રિકેટ છોડ્યા બાદ અંગદે મોડલિંગ કરિયરની શરૂઆતની કરી અને એન્ટ્રી બોલિવુડમાં થઈ. ફિલ્મોમાં આવતા પહેલાં એક્ટરે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. જન્મદિવસના ખાસ અવસરે આવો જાણીએ તેની સંઘર્ષ ફરી સફર કેવી રહી...
એક્ટરે જણાવી દુ:ખભરી કહાની
અંગદ બેદીએ બોલિવુડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં 1984માં રમખાણોની દુ:ખભરી કહાની જણાવી છે. એક્ટરે જણાવ્યું હતું અમારી પાસે રહેવા માટે ઘર નહોતું, અમે ગેસ્ટ હાઉસમાં અને પોતાના ફ્રેન્ડ્સના ઘરમાં રહેતા હતા. મે સ્પોર્ટ્સમાં પણ ઘણો મુશ્કેલીનો સામનો કર્યો, કારણ કે હું પૂર્વ ઈન્ડિયન ક્રિકેટ કેપ્ટનનો દીકરો છું, મને આ જ નજરે જોવામાં આવે છે, પરંતુ હું જાણું છું કે, મારા પિતાએ કેટલું સહન કર્યું છે. ત્યાં સુધી કે મોટા નોકરશાહોએ અમને જરૂર પડે ત્યારે દિલ્હી અને દેશ છોડવાની પણ સલાહ આપી હતી. આ બધું જ અમારી નજર સમક્ષ થઈ રહ્યું હતું. એક સમય એવો હતો કે જ્યારે અમે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિસમાં સૂતા હતા.
આગળ એક્ટરે જણાવ્યું કે, મને હજુ પણ યાદ છે કે, અમે દિલ્હીના એક નાનકડા ફ્લેટમાં રહેતા હતા તે 1984ના રમખાણો પછીની વાત છે. શીખોને ફરી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા અને અમે મુશ્કેલીમાં હતા, પરંતુ મારા પિતાએ કહ્યું કે અમે હિન્દુસ્તાની બનવા માટે જનમ લીધો છે અમે અહીં જ રહીશું. જો તેઓ અમને મારવા માગે છે તો મારી શકે છે, પરંતુ અમે અમારો દેશ છોડીને ક્યાંય નહિ જઈએ. મારા પિતા ખૂબ ઈમાનદાર અને સાધારણ વ્યક્તિ હતા.
થોડાક પૈસા માટે ક્રિકેટ પિચ તૈયાર કરતા હતો અંગદ
અંગદ નાનપણથી જ ક્રિકેટ રમતો હતો. એક્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, મને જીવનનો પ્રથમ ચેક 300 રૂપિયાનો મળ્યો હતો ત્યારે હું અંડર 16 ટીમ માટે રમતો હતો. મને ક્રિકેટની પિચ તૈયાર કરવા અને રોલર ઓપરેટ કરવા માટે પૈસા મળતા હતા. એક્ટરે જણાવ્યું કે, યુકેમાં ટ્રેનિંગ દરમિયાન પણ તે પિચ કવર કરવામાં મદદ કરતો હતો, આ કામ માટે તેને અલગથી 5-10 પાઉન્ડ્સ મળતા હતા. તે સમયે અંગદ પોતાના પિતાના બૂટ પહેરીને રમતો હતો.
‘હું લાઈફમાં બિચારો બનીને રહેવા માગતો નથી’:અંગદ
એક્ટર હંમેશાં પોતાના સંઘર્ષના પ્રશ્નોથી બચતો રહે છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું, ‘હું તેવી વ્યક્તિ નથી જેને પોતાના પરિવારના સંઘર્ષ વિશે વાત કરવી ગમતી હોય. મને લાગે છે કે, કામ જ સૌથી વધારે મહત્ત્વનું છે. એક એવી પર્સનાલિટી બનવી જોઈએ કે લોકો તમારા કામથી કનેક્ટ થઈ શકે. હું લાઈફમાં બિચારો બનીને રહેવા માગતો નથી.’
તમને જણાવી દઈએ કે અંગદે વર્ષ 2004માં ફિલ્મ ‘કાયા-તરણ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મને લીધે તેની ઓળખ ના બની. એ પછી એક્ટરે સ્ટાર વનનો શો ‘કુક ના કહો’, ‘IPL’ અને ‘ઈમોશનલ અત્યાચાર’ હોસ્ટ કર્યો હતો. વર્ષ 2011માં અંગદે ફિલ્મ ‘ફાલતુ’માં બીજીવાર બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે ‘ઉંગલી’, ‘પિંક’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મમાં દેખાયો હતો. વર્ષ 2016માં આવેલી પિંક ફિલ્મ તેના કરિયર મારે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મમાં તેના નેગેટિવ રોલે દર્શકોનું દિલ જીત્યું હતું. ફિલ્મ ઉપરાંત તે એમેઝોન પ્રાઈમ સિરીઝ ‘ઈનસાઈડ એજ’માં લીડ રોલ પ્લે કરી ચૂક્યો છે. અંગદની છેલ્લી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ હતી.
લગ્નનાં 6 મહિના પછી પિતા બનવા પર ટ્રોલ થયો હતો
પર્સનલ લાઈફની વાત કરીએ તો અંગદે વર્ષ 2018માં એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા. એક્ટર કરિયરની શરુઆતમાં નોરા ફ્તેહી સાથે રિલેશનમાં હતો, પરંતુ અચાનક જ બંને વચ્ચે નેહાની એન્ટ્રી થઈ અને બંનેએ બ્રેકઅપ કરી લીધું. નેહા અને અંગદે 10 મે, 2018ના રોજ અચાનક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા. તેના થોડા મહિના પછી નેહાની પ્રેગ્નન્સીની ન્યૂઝ આવી. એવી ચર્ચા હતી કે જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે નેહાની પ્રેગ્નન્સીના ત્રણ મહિના થઈ ગયા હતા. બંનેના ઘરે 18 નવેમ્બરે દીકરીનો જન્મ થયો. તેનું નામ કપલે ‘મેહર’ રાખ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.