સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે. થોડાં દિવસ પહેલાં હંસિકાએ સો.મીડિયામાં પોતાના ડ્રિમી પ્રપોઝલની તસવીરો શૅર કરી હતી. આ ઉપરાંત એક્ટ્રેસે લગ્નની ઓફિશિયલી જાહેરાત પણ કરી હતી. સો.મીડિયામાં હંસિકા-સોહેલની તસવીરો વાઇરલ છે. હંસિકાના લગ્ન રોયલ અંદાજમાં થશે. એવી પણ ચર્ચા છે કે હંસિકાના લગ્ન ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
હંસિકા-સોહેલ 4 ડિસેમ્બરે લગ્ન કરશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હંસિકા તથા સોહેલ ચાર ડિસેમ્બરના રોજ જયપુરના 400 વર્ષ જૂના મહેલમાં લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હંસિકા તથા સોહેલ શાહી વેડિંગ કરવાના છે. જયપુરના ભવ્ય પેલેસમાં 2 ડિસેમ્બરે સૂફી નાઇટ, 3 ડિસેમ્બરે મહેંદી-સંગીત તથા ચાર ડિસેમ્બરે લગ્ન યોજાશે.
કોણ છે હંસિકાનો લાઇફ પાર્ટનર?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોહેલ એક બિઝનેસમેન છે. સોહેલ અને હંસિકા બિઝનેસ પાર્ટનર છે. 2020થી બંને એક ઇવેન્ટ પ્લાનિંગ કંપની ચલાવે છે. આ દરમિયાન બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થયો અને બે વર્ષના ડેટિંગ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સોહેલના આ બીજા લગ્ન છે. તેણે વર્ષ 2016માં રિંકી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. હંસિકા પણ આ લગ્નમાં સામેલ થઈ હતી.
ફાંસમાં સોહેલે પ્રપોઝ કર્યું હતું
હંસિકાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરીને સગાઈની વાત કન્ફર્મ કરી હતી. હંસિકાએ ફ્રાંસના એફિલ ટાવર સામેની તસવીર શૅર કરી હતી, જેમાં સોહેલ હાથમાં રિંગ લઈને પ્રપોઝ કરે છે. હંસિકાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, અત્યારે અને હંમેશના માટે.
હંસિકાનું ફિલ્મી કરિયર
હંસિકા તમિળ ફિલ્મ 'રાઉડી બેબી'માં જોવા મળશે. હંસિકાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસે 'શાકા લાકા બૂમ બૂમ' જેવા ટીવી શોથી આગવી ઓળખ બનાવી હતી. તેણે 'કોઈ મિલ ગયા' ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
ત્યારબાદ હંસિકાએ હિમેશ રેશમિયા સાથે 'આપકા સુરૂર'માં લીડ રોલ પ્લે કર્યો હતો. હંસિકાને અચાનક આટલી મોટી જોઈને ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. ચાહકોએ આક્ષેપ કર્યો હતો કે તેણે ઇન્જેક્શન લીધા હતા અને તેથી જ તે અચાનક મોટી દેખાય છે. હંસિકા સાઉથ ફિલ્મ્સમાં કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.