તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટારકિડનું બોલિવૂડ ડેબ્યૂ:હંસલ મહેતા સ્વ. શશિ કપૂરના પૌત્ર ઝહાન કપૂરને લોન્ચ કરશે, પરેશ રાવલનો દીકરો આદિત્ય પણ જોવા મળશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝહાનની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, બાયોબબલમાં રહીને ટીમ શૂટિંગ કરી રહી છે

બોલિવૂડની ફર્સ્ટ ફેમિલી કપૂર ખાનદાનનો વધુ એક દીકરો ફિલ્મમાં જોવા મળશે. બોલિવૂડના જાણીતા ડિરેક્ટર હંસલ મહેતાની ફિલ્મથી સ્વ. શશિ કપૂરનો પૌત્ર ઝહાન કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મને અનુભવ સિંહા પ્રોડ્યૂસ કરશે.

હંસલ મહેતાના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મમાં પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આદિત્ય રાવલે 2020માં ફિલ્મ 'બમફાડ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઝહાન તથા આદિત્ય બંનેએ થિયેટરમાં કામ કરેલું છે. ઝહાન પૃથ્વી થિયેટર સાથે જોડાયેલો છે. આદિત્યે હિસ્ટોરિકલ પ્લે 'ધ ક્વીન' લખ્યું છે. આ ઉપરાંત આદિત્યે પિતા પરેશના નાટકોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.

સૈફ અલી ખાન, પિતા કુનાલ સાથે ઝહાન
સૈફ અલી ખાન, પિતા કુનાલ સાથે ઝહાન

મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું
સૂત્રોના મતે, ઝહાનની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. શૂટિંગ બાયોબબલમાં રહીને કરવામાં આવ્યું છે. આખી ટીમ મુંબઈની ફાઇવસ્ટાર હોટલમાં રોકાઈ છે.

કોણ છે ઝહાન કપૂર
ઝહાન કપૂર બોલિવૂડના દિગ્ગજ એક્ટર સ્વ. શશિ કપૂરના મોટા દીકરા કુનાલ કપૂરનો દીકરો છે. કુનાલે 1972માં 'સિદ્ધાર્થ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'જુનૂન', 'વિજેતા', 'આહિસ્તા આહિસ્તા', 'ઉત્સવ', 'ત્રિકાલ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, કુનાલ કપૂરને પિતાની જેમ લોકપ્રિય મળી નહીં. 1985માં કુનાલે એડ ફિલ્મ કંપની શરૂ કરી હતી.

ઇન્ડસ્ટ્રી છોડ્યાને 30 વર્ષ બાદ કુનાલે ફિલ્મ 'સિંઘ ઈઝ બ્લિંગ'થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં તે એમી જેક્શનના પિતાના રોલમાં હતા. 2019માં આવેલી ફિલ્મ 'પાનીપત'માં શુઝા-ઉદ-દૌલાની ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...