ફિલ્મમેકર હંસલ મહેતાએ દેશમાં ગાંજાને ગુનામાંથી દૂર કરીને લીગલ કરવાની માગણી કરી છે. હંસલ મહેતાએ સો.મીડિયામાં કહ્યું હતું કે અનેક દેશોએ પહેલેથી જ ગાંજાનો ઉપયોગ લીગલ કર્યો છે. હંસલની આ પોસ્ટ આર્યનની જામીન અરજી પોસ્ટપોન થતાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની રેવ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ શાહરુખનો સપોર્ટ કર્યો છે.
સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
'ગાંજો/ભાંગનું સેવન અનેક દેશોમાં લીગલ છે. અનેક દેશોએ તેને ગુનો ગણ્યો નથી. આપણાં દેશમાં ડ્રગ્સના સેવન પર નિયંત્રણને બદલે હેરેસમેન્ટ માટે વધારે કરવામાં આવે છે. આના પૂરું કરવા માટે કલમ 377ની જેમ આંદોલનની જરૂર છે.' આ પોસ્ટ પર પૂજા ભટ્ટે રિપ્લાય કરતાં કહ્યું હતું, 'અને પછી તેઓ વધુ એક મુદ્દો શોધશે.'
3 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ 2 ઓક્ટોબરના રોજ આર્યનની અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી 20ની ધરપકડ થઈ છે.
હંસલ મહેતાએ પહેલાં પણ શાહરુખનો સપોર્ટ કર્યો હતો
આ પહેલાં પણ હંસલ મહેતાએ શાહરુખનો સપોર્ટ કર્યો હતો. તે સમયે તેમણે પોસ્ટમાં કહ્યું હતું, 'એક પેરેન્ટ્સ માટે પોતાના બાળકોને મુશ્કેલીમાં જોવા ઘણું જ દુઃખદાયક હોય છે. આ મુશ્કેલી ત્યારે વધી જાય છે, જ્યારે લોકો કાયદાને પોતાનું કામ કરવાને બદલે પહેલાં જ નિર્ણય લઈ લેતા હોય છે. પેરેન્ટ્સ માટે આ અપમાનજનક છે.' હંસલ મહેતા ઉપરાંત પૂજા ભટ્ટ, સુચિત્રા કૃષ્ણામૂર્તિ, સુનીલ શેટ્ટી, મીકા સિંહ, સહિતના સેલેબ્સે શાહરુખને સપોર્ટ કર્યો હતો. સલમાન ખાન, સલીમ ખાન, અલવીરા ખાન, કરન જોહર, પ્રીટિ ઝિન્ટા, સાજીદ નડિયાદવાલા, ફરાહ ખાને મન્નત જઈને શાહરુખને સાંત્વના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.