તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' વિવાદ:રિટાયર્ડ ફ્લાઇટ લેફ્ટન્ટ ગુંજન સક્સેનાએ હાઇકોર્ટમાં કહ્યું- સેનામાં જેન્ડરના આધારે મારી સાથે કોઈ ભેદભાવ થયો ન હતો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
12 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માં દેખાડ્યું હતું કે ભારતીય વાયુસેનામાં ગુંજન સાથે જેન્ડરના આધારે ભેદભાવ થયો હતો.
  • ધર્મા પ્રોડક્શનની ફિલ્મ પર એરફોર્સની ઇમેજ ખરાબ કરવાનો આરોપ છે
  • કેન્દ્ર સરકારે ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી હતી

જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં મેકર્સની મુશ્કેલી વધી ગઈ છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ પર એરફોર્સની ખોટી ઇમેજ દેખાડવાનો આરોપ છે. હવે રિટાયર્ડ લેફ્ટન્ટ ગુંજન સક્સેના (જેની જિંદગી પર ફિલ્મ આધારિત છે)એ હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે અને કહ્યું છે કે એરફોર્સમાં જેન્ડરના આધારે તેમને કોઈપણ પ્રકારના ભેદભાવનો શિકાર ન થવું પડ્યું હતું.

'ભારતીય વાયુસેનાએ મને સેવાનો મોકો આપ્યો'
હાઇકોર્ટમાં જસ્ટિસ રાજીવ શકધરની સિંગલ બેન્ચ સામે વકીલ આદિત્ય દીવાન દ્વારા ફાઈલ થયેલા એફિડેવિટમાં ગુંજને લખ્યું હતું કે તે આ વાત પર ભરોસો રાખે છે કે ભારતીય વાયુસેના ઘણી પ્રગતિશીલ સંસ્થા છે. તે હંમેશાં આ વાત માટે આભારી રહેશે કે તેને IAF દ્વારા દેશની સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો.

એફિડેવિટમાં ગુંજને બીજું શું લખ્યું?
ગુંજનના એફિડેવિટ મુજબ, ફિલ્મ ડોક્યુમેન્ટરી નથી, પણ તેની જિંદગીથી પ્રેરિત છે. તેઓ એવો દાવો નથી કરતા કે ફિલ્મમાં દેખાડવામાં આવેલી દરેક ઘટના તેની અસલી જિંદગીમાં ઘટી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ગુંજન સક્સેનાની જિંદગીનું ડ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે.

ગુંજનનું માનવું છે કે ફિલ્મ મારફતે એવો મેસેજ આપવાની માગ કરવામાં આવી છે કે, જે યંગ મહિલાને વાયુસેનામાં સામેલ થવા માટે પ્રેરિત કરે. ફિલ્મનું લક્ષ્ય મહિલાઓને તેના સપના પૂરા કરવા માટે પ્રેરિત કરે છે, ન કે ખુદ પર અને પોતાના લક્ષ્ય માટે કરેલી મહેનત પર શંકા કરવાનો.

હાઇકોર્ટે મુદ્દાને સોલ્વ કરવાની સલાહ આપી
વીડિયો કોન્ફરસિંગ દરમ્યાન થયેલી આ સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે ભારતીય વાયુસેના અને ફિલ્મના વકીલોને કહ્યું કે તેઓ સાથે બેસીને ફિલ્મમાં દેખાડવામાં આવેલા કન્ટેન્ટ સંબંધિત મુદ્દાને સોલ્વ કરવા પ્રયત્ન કરે. આ સાથે જ કોર્ટે તેની થિયેટર રિલીઝ પર રોક લગાવાની માગને નકારી દીધી છે. આગામી સુનાવણી 18 જાન્યુઆરી 2021ના રોજ થશે.

કેન્દ્ર સરકારે યાચિકા ફાઈલ કરી હતી
ફિલ્મ વિરુદ્ધ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે ફિલ્મ ભારતીય વાયુસેનાની ઇમેજને ખરાબ કરે છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે સેનામાં જેન્ડરના આધારે ભેદભાવ થાય છે, જે સાચું નથી. ફિલ્મ 12 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. કેન્દ્ર સરકાર તરફથી આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરવા માટે માગ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો