'ગુંડે'ના 7 વર્ષ:રણવીર સિંહ સાથેની મિત્રતા પર અર્જુને કહ્યું- 'અમારી વચ્ચે ઓફ કેમેરા પણ ઘણું જ સારું બોન્ડિંગ હતું'

મુંબઈ8 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

રવિવાર, 14 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ 'ગુંડે'ને સાત વર્ષ પૂરા થયા છે. અર્જુન કપૂરે ફિલ્મ સાથે જોડાયેલી યાદો શૅર કરી હતી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અર્જુને કહ્યું હતું કે ફિલ્મને કારણે તે રણવીર સિંહનો મિત્ર બન્યો.

'ગુંડે' ફિલ્મને તરત સાઈન કરી હતી
અર્જુને કહ્યું હતું, 'જ્યારે આદિત્ય ચોપરાસરે મને આ ફિલ્મ ઓફર કરી ત્યારે હું મારી કરિયરના શરૂઆતના તબક્કામાં હતો અને મને ઈન્ડસ્ટ્રીમાં આવે હજી માંડ 6 મહિના થયા હતા. આ ફિલ્મમાં બે હીરો હતો. જ્યારે હું ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને મળ્યો ત્યારે મને તેમની એનર્જી તથા ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ ઘણો જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ 70-80ના દાયકા જેવી હતી. હું આ દાયકાની ફિલ્મ જોઈને મોટો થયું છું.'

અર્જુન-રણવીર એકબીજા માટે ફિટ સાબિત થયા
અર્જુને આગળ કહ્યું હતું, 'મારા મતે અમે બંને એકબીજાને ઑફ કેમેરા વધારે પસંદ કરતા હતા અને એકબીજાને માન આપતા હતા, કારણ કે અમને એ વાતની ખબર પડી કે અમારી વચ્ચે ઘણી બાબતો કોમન છે. સાચું કહું તો અમારી વચ્ચે ઉંમરમાં માત્ર 10 દિવસનું અંતર છે. અમારું બૉન્ડિંગ ઘણું જ સારું હતું.'

ગેંગસ્ટરના રોલ માટે અર્જુન ઉત્સાહી હતો
રણવીર સિંહ સાથે અર્જુનનો બ્રોમાન્સ હિટ સાબિત થયો હતો. અર્જુને આ અંગે કહ્યું હતું, 'સાચું કહું તો મને ફિલ્મના કપડાં સૌથી વધુ ગમ્યા હતા. 70ના દાયકાના ગેંગસ્ટરની ભૂમિકા ભજવવી માટે માટે એક્સાઈટિંગ હતું. તે સમયે આ મારી પહેલી પીરિડય ફિલ્મ હતી. મને લાગે છે કે ફિલ્મનું પ્રેઝેન્ટેશન ઘણું જ ભવ્ય હતું. કરિયરના છ-સાત મહિનાની અંદર મારી આ ત્રીજી ફિલ્મમાં હું એક્શન હીરો તરીકે જોવા મળ્યો હતો. આ વાત મને ઘમી જ ગમી હતી.'

ફિલ્મની યુનિક વાત
ફિલ્મની ખાસિયત અંગે વાત કરતાં અર્જુને કહ્યું હતું, 'મને લાગે છે કે રણવીર અને મારી વચ્ચે ખાસ્સું તાલમેલ હતું, પરંતુ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર ઈરફાન સર, પ્રિયંકા ચોપરા જેવા બિગ સ્ટાર્સની હાજર સ્પેશિયલ હતી. બિગ બજેટવાળી આ બ્લોકબસ્ટરમાં અમે તમામે સાથે કામ કર્યું. લાંબા સમય બાદ બે હીરોની ફિલ્મ આવી હતી. યુવાનોને આ ફિલ્મનું સંગીત ઘણું ગમ્યું હતું. 'તુને મારી એન્ટ્રીયાં' તમામ ચાહકોનું ફેવરિટ સોંગ હતું.'