દુઃખદ:‘ગુલાબો સિતાબો’ ફેમ એક્ટ્રેસ ફારૂખ ઝફરનું નિધન, ઓનસ્ક્રીન અમિતાભ બચ્ચનનાં 'બેગમ' બન્યાં હતાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેમણે 89ની ઉંમરે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા
  • આજે 16 ઓક્ટોબરનાં રોજ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત એક્ટ્રેસ ફારૂખ ઝફરનું શુક્રવારે નિધન થયું. તેમણે 89ની ઉંમરે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. બેગમ ફારૂખ ઝફરે રેખા સ્ટારર ફિલ્મ 'ઉમરાવ જાન'થી લઇ અમિતાભ બચ્ચન સ્ટાર 'ગુલાબો સિતાબો' સુધી તેમની ભૂમિકાથી લોકોનાં દિલ જીત્યાં હતાં. આજે 16 ઓક્ટોબરનાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યાં.

બેગમ ફારૂખ ઝફરના નિધનના સમાચાર તેમનાં દોહીત્ર શાઝ અહમદે આપ્યા છે. તેણે જણાવ્યું કે, તેમનાં નાનીનું બ્રેન સ્ટ્રોકને કારણે શુક્રવારે 15 ઓક્ટોબરનાં ગોમતીનગરની વિશેષખંડ સ્થિત આવેલા તેમના નિવાસ્થાન પર નિધન થયું. શાઝ અહમદના કહેવા મુજબ શનિવારે સવારે 10 વાગ્યે એશબાગ સ્થિત કબ્રસ્થાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યાં.

શનિવારે સવારે 10 વાગ્યે એશબાગ સ્થિત કબ્રસ્થાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા
શનિવારે સવારે 10 વાગ્યે એશબાગ સ્થિત કબ્રસ્થાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા

બ્રેન સ્ટ્રોકને કારણે થયુ નિધન
બેગમ ફરુખ જાફરને 5 ઓક્ટોબરનાં લખનઉનાં સહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે સમયે તેમનાં ફેફસાંમાં સંક્રમણ વધી ગયુ હતું. જે સાથે જ શ્વાસ લેવામાં તેમને તકલીફ પડતી હતી. .

રેડિયોમાં એનાઉન્સર તરીકે કરી હતી કરિઅરની શરૂઆત
ફારૂખ ઝફરે તેમનાં કરિઅરની શરૂઆત રેડિયોમાં એનાઉન્સર તરીકે કરી હતી. જેમાં તે ગીતોની વચ્ચે સંભળાતી કહાનીમાં તેમનો અવાજ આપતાં. અને ગીતોની પસંદગી કરતાં. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેઓ સાંજે ક્લાસ ચલાવતાં હતાં.

બેગમ ફારૂખ ઝફરે એક્ટિંગ કરિઅરની શરૂઆત વર્ષ 1981થી કરી હતી.
બેગમ ફારૂખ ઝફરે એક્ટિંગ કરિઅરની શરૂઆત વર્ષ 1981થી કરી હતી.

રેખા સાથે કરી હતી પહેલી ફિલ્મ
બેગમ ફારૂખ ઝફરે એક્ટિંગ કરિઅરની શરૂઆત વર્ષ 1981થી કરી હતી. તેમણે ફિલ્મ 'ઉમરાવ જાન'માં એક્ટ્રેસ રેખાની માતાનો રોલ કર્યો હતો. તે ઉપરાંત તેઓ 'સ્વદેશ', 'સુલ્તાન', 'સિક્રેટ સુપરસ્ટાર', અને 'પીપલી લાઇવ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. તેમને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. છેલ્લે તેઓ અમિતાભ બચ્ચન સ્ટારર 'ગુલાબો સિતાબો'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમનો રોલ અદા કર્યો હતો.

છેલ્લે તેઓ અમિતાભ બચ્ચન સ્ટારર 'ગુલાબો સિતાબો'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમનો રોલ અદા કર્યો હતો.
છેલ્લે તેઓ અમિતાભ બચ્ચન સ્ટારર 'ગુલાબો સિતાબો'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમણે ફાતિમા બેગમનો રોલ અદા કર્યો હતો.

ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
ફરુખનાં લગ્ન સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિધાન પાર્ષદ એસ. એમ. ઝફર સાથે થયાં હતાં. ‘મેહરુનિસા’માં તેમનાં રોલ માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.