સિદ્ધાર્થ બનશે ગુજરાતનો જમાઈ?:ગુજરાતી યુવતી બનશે પ્રિયંકા ચોપરાની ભાભી, જાણો કોણ છે ગ્લેમરસ નીલમ ઉપાધ્યાય?

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં બે વર્ષથી સિદ્ધાર્થ તથા નીલમ સાથે જોવા મળે છે
  • નીલમની માતાએ સિદ્ધાર્થ-મધુ ચોપરા સાથે વેકેશન પણ મનાવ્યું હતું.

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના સંબંધો ગુજરાતી યુવતી નીલમ ઉપાધ્યાય સાથે હોવાની ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી પણ માનવામાં આવે છે કે બંને સાથે છે. નીલમ ઉપાધ્યાય મૂળ ગુજરાતી છે. તેનો જન્મ ગુજરાતમાં થયો છે. નીલમે સાઉથ ઇન્ડિયન ફિલ્મથી કરિયરની શરૂઆત કરી છે.

કોણ છે નીલમ?
5 ઓક્ટોબર, 1993માં ગુજરાતમાં જન્મેલી નીલમ ઉપાધ્યાયના પરિવારમાં માતા, ભાઈ-ભાભી-ભત્રીજો તથા બહેન છે. નીલમ ઉપાધ્યાય મુંબઈમાં મોટી થઈ છે. તેણે મુંબઈની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.

પહેલી ફિલ્મ ક્યારેય બની જ નહીં
2010માં નીલમે સાઉથ ફિલ્મ 'સેવથુ સરીયે'થી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કેટલાંક કારણોસર ક્યારેય બની નહીં. ત્યારબાદ નીલમે MTVના શો 'સ્ટાઇલ ચેક'માં કામ કર્યું હતું. આ શો બાદ નીલમને વિવિધ ફિલ્મની ઑફર મળી હતી. 2012માં નીલમે તેલુગુ ફિલ્મ 'મિસ્ટર 7'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ '3D', તમિળ ફિલ્મ 'ઉન્નોડુ ઓરુ નાલ' તથા હિંદી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ની તમિળ રિમેકમાં જોવા મળી હતી.

કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર
એક ઇન્ટરવ્યૂમાં નીલમે કહ્યું હતું કે એ ખોટી વાત છે કે સાઉથમાં નોર્થ ઇન્ડિયન એક્ટ્રેસિસ સાથે ભેદભાવ કરવામાં આવે છે. અહીંયા બધા પરિવારની જેમ કામ કરે છે.

બોલિવૂડ પ્રાયોરિટીમાં નથી
નીલમ માને છે કે દરેકને બોલિવૂડમાં કામ કરવું હોય છે, પરંતુ તેના માટે બોલિવૂડ પ્રાયોરિટી નથી. તે કોઈ પણ ભાષાની સારી ફિલ્મમાં કામ કરવા માગે છે.

તસવીરોમાં નીલમ ઉપાધ્યાય પરિવાર સાથે....

નીલમ ઉપાધ્યાય સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.
નીલમ ઉપાધ્યાય સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.
નીલમ ઉપાધ્યાયની ભાભી મેકઅપ આર્ટિસ્ટ છે.
નીલમ ઉપાધ્યાયની ભાભી મેકઅપ આર્ટિસ્ટ છે.
નીલમ ઉપાધ્યાય પોતાની દિલકશ અદાઓને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.
નીલમ ઉપાધ્યાય પોતાની દિલકશ અદાઓને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.
નીલમે તેલુગુ તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું છે.
નીલમે તેલુગુ તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું છે.
નીલમ તથા સિદ્ધાર્થ પહેલી વાર અંબાણીના ઘરે આયોજીત ગણેશ પૂજામાં સાથે જોવા મળ્યા હતા.
નીલમ તથા સિદ્ધાર્થ પહેલી વાર અંબાણીના ઘરે આયોજીત ગણેશ પૂજામાં સાથે જોવા મળ્યા હતા.
નીલમ માતાની ઘણી જ નિકટ છે.
નીલમ માતાની ઘણી જ નિકટ છે.
નીલમ માતા, બહેન આફરિન તથા જીજાજી સાથે.
નીલમ માતા, બહેન આફરિન તથા જીજાજી સાથે.
નીલમ ઉપાધ્યાયના માતા-પિતા.
નીલમ ઉપાધ્યાયના માતા-પિતા.
નીલમ ઉપાધ્યાયની માતાને પણ સિદ્ધાર્થ સાથે સારું બને છે.
નીલમ ઉપાધ્યાયની માતાને પણ સિદ્ધાર્થ સાથે સારું બને છે.
નીલમ તથા તેની માતાએ સિદ્ધાર્થ ચોપરા તથા તેની માતા મધુ ચોપરા સાથે વેકેશન મનાવ્યું હતું.
નીલમ તથા તેની માતાએ સિદ્ધાર્થ ચોપરા તથા તેની માતા મધુ ચોપરા સાથે વેકેશન મનાવ્યું હતું.
મધુ ચોપરા, નીલમ ઉપાધ્યાયની માતા તથા સિદ્ધાર્થ ચોપરા
મધુ ચોપરા, નીલમ ઉપાધ્યાયની માતા તથા સિદ્ધાર્થ ચોપરા
નીલમ ઉપાધ્યાય તેના ભાઈ-બહેન તથા માતા સાથે.
નીલમ ઉપાધ્યાય તેના ભાઈ-બહેન તથા માતા સાથે.