ડ્રગ્સ કેસમાં GJ-1 કાર દેખાઈ:મુંબઈ NCB ઓફિસ બહાર ગુજરાત પોલીસની કાર દેખાઈ, ડ્રગ્સ સપ્લાયર અર્ચિત કુમારને બેસાડી કોર્ટ લઈ જવાયો

મુંબઈ7 દિવસ પહેલા
  • આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટે પૂછપરછમાં અર્ચિત કુમારનું નામ લીધું હતું

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં આર્યન ખાન સહિત 8 આરોપીની પહેલાં અટકાયત અને પછી ધરપકડ કરવામાં આવી હતી. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ આર્યન ખાન તથા તેના ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટની સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાયર અર્ચિત કુમારનું નામ સામે આવ્યું હતું. અર્ચિત કુમારને કોર્ટે 9 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલ્યો હતો. અર્ચિત કુમારને આજે (9 ઓક્ટોબર) NCBની ઓફિસમાંથી કોર્ટ લઈ જવામાં આવ્યો ત્યારે તે ગુજરાત પોલીસની કારમાં બેઠો હતો. આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

NCBની ઓફિસમાં ગુજરાત પોલીસની કાર
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં મુંબઈ NCBની ઓફિસ બહાર ગુજરાત પોલીસની કાર હતી, આ કારમાં જ અર્ચિત કુમારને કોર્ટ લઈ જવામાં આવ્યો હતો.

NCB ઓફિસની બહાર અર્ચિત કુમાર
NCB ઓફિસની બહાર અર્ચિત કુમાર

NCBએ અર્ચિતની ધરપકડ કરી હતી
અરબાઝ મર્ચન્ટે પૂછપરછમાં અર્ચિત કુમારનું નામ લીધું હતું. ત્યારબાદ NCBએ મુંબઈના પવઈમાં દરોડા પાડીને અર્ચિતની ધરપકડ કરી હતી. અર્ચિતની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો.

ગુજરાત NCBના અધિકારી તપાસ માટે ગયા હોવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 3 ઓક્ટોબરે જ્યારે આર્યન ખાન સહિત 8 આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે જ ચર્ચા હતી કે ગુજરાત NCBની ટીમ તપાસ માટે જશે.

પૂછપરછમાં અરબાઝ મર્ચન્ટે અર્ચિતનું નામ લીધું હતું
પૂછપરછમાં અરબાઝ મર્ચન્ટે અર્ચિતનું નામ લીધું હતું

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' સાથેની વાતચીતમાં NCBના ગુજરાત ઝોનલ યુનિટના સીનિયર ઓફિસરે કહ્યું હતું, 'આ કેસ ઘણો જ હાઇ પ્રોફાઇલ છે અને મોટા નામો સામે આવ્યા છે. આથી જ ડ્રગ્સની ચેનલ શોધવી જરૂરી છે. આ પહેલાં પણ અમે હાઇ પ્રોફાઇલ કેસમાં મુંબઈ NCBની મદદ કરી ચૂક્યા છે.'

રિયા ચક્રવર્તી સમયે ગુજરાત NCBની ટીમ મુંબઈ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો ત્યારે રિયા ચક્રવર્તીનું નામ આવ્યું હતું. તે સમયે પણ ગુજરાત NCBના સીનિયર અધિકારીઓ મુંબઈ ગયા હતા અને ત્યાં મદદ કરી હતી.

કોર્ટે આર્યન સહિત 8 આરોપીઓને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડી આપ્યા છે
કોર્ટે આર્યન સહિત 8 આરોપીઓને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડી આપ્યા છે

રેવ પાર્ટીમાંથી આટલી માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું
NCBને ક્રૂઝ રેવ પાર્ટીમાંથી 12 ગ્રામ કોકેન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, 22 MDMAની ગોળી તથા 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

આર્યન ખાન 14 દિવસ જ્યૂડિશિયલ કસ્ટડીમાં
આર્યન ખાનની 7 ઓક્ટોબરના રોજ NCB કસ્ટડી પૂરી થતી હતી. કોર્ટે 14 દિવસના જ્યૂડિશયલ કસ્ટડી આપ્યા હતા. 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની જામીન અરજી ફગાવામાં આવી હતી. હાલમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે.

સો.મીડિયામાં વાઇરલ થયેલો વીડિયો