14 એપ્રિલે રણબીર-આલિયાએ પરિવાર ને મિત્રોની હાજરીમાં વાસ્તુ અપાર્ટમેન્ટમાં લગ્ન કર્યાં હતાં. 16 એપ્રિલ, શનિવારના રોજ રણબીર-આલિયાએ વેડિંગ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, નવાઈની વાત એ છે કે વેડિંગ રિસેપ્શનમાં ભટ્ટ પરિવારમાંથી મુકેશ ભટ્ટ કે રોબિન ભટ્ટ જોવા મળ્યા નહોતા. બંને આલિયા-રણબીરના લગ્નમાં પણ આવ્યા નહોતા.
કોણ કોણ હાજર રહ્યું?
પાર્ટીમાં ડિરેક્ટર અયાન મુખર્જી, નીતુ સિંહ, રિદ્ધિમા સાહની, શ્વેતા નંદા બચ્ચન, ડિરેક્ટર શકુન બત્રા, લવ રંજન, આદિત્ય સીલ-અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન, કરિશ્મા કપૂર, અર્જુન કપૂર-મલાઈકા અરોરા, ગૌરી ખાન, શાહરુખ ખાન, પ્રીતમ, આદર જૈન-તારા સુતરિયા, અરમાન જૈન હાજર રહ્યાં હતાં. શાહરુખ ખાન તથા ગૌરી અલગ-અલગ આવ્યા હતા. શાહરુખ ખાનની કારમાં બ્લેક રંગના પડદા હતા અને તેથી જ તેની એક ઝલક પણ જોવા મળી નહોતી. ગૌરી ખાન પાર્ટીમાં એકદમ શોર્ટ કપડાં પહેરીને આવી હતી.
વાસ્તુ અપાર્ટમેન્ટમાં જ પાર્ટી
રણબીર-આલિયાની ગ્રાન્ડ પાર્ટી વાસ્તુ અપાર્ટમેન્ટમાં જ યોજવામાં આવી હતી.
રણબીર-આલિયાની પાર્ટી તસવીરોમાં...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.