સેલેબ લાઈફ:કરીના કપૂરના બીજા બાળકનો જન્મ પણ C સેક્શનથી થયો, નાના રણધીર કપૂરે કહ્યું- માતા અને બાળકની તબિયત એકદમ સારી છે

મુંબઈ10 મહિનો પહેલા
2016માં તૈમુરના જન્મ પહેલાં હોસ્પિટલમાં સૈફ અલી ખાન તથા કરીના કપૂર

કરીના કપૂર તથા સૈફ અલી ખાન આજે સવારે એટલે કે 21મી ફેબ્રુઆરીએ બીજા બાળકના પેરેન્ટ્સ બન્યા છે. કરિનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. સૂત્રોના મતે, કરીના કપૂર શનિવાર, 20 ફેબ્રુઆરીના રોજ સાઉથ મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. કરીનાની નોર્મલ નહીં, પરંતુ C-સેક્શન ડિલિવરી કરવામાં આવી છે. ઓપરેશન ઘણી જ સહજતાથી થઈ ગયું હતું. રણધીર કપૂરે કહ્યું હતું કે તેમની દીકરી તથા દૌહિત્રની તબિયત એકદમ સારી છે.

પિતા રણધીર સાથે કરીના કપૂર
પિતા રણધીર સાથે કરીના કપૂર

બંનેની તબિયત એકદમ સારી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં રણધીર કપૂરે દીકરી કરીના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘કરીના તથા દીકરો બંને એકદમ સારા છે. મેં હજી સુધી દૌહિત્રને જોયો નથી. જોકે, મેં કરીના સાથે ફોન પર વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે તે તથા દીકરો એકદમ ઠીક છે. હું ઘણો જ ખુશ છું. ખરું કહું તો બીજીવાર નાના બનીને હું અત્યારે સાતમા આસમાને વિહરી રહ્યો છું. હું નાનકડાં દૌહિત્રને જોવા માટે આતુર છું. હું તેના સારા ભવિષ્યમાં માટે પ્રાર્થના કરું છું.’

વધુમાં રણધીર કપૂરે કહ્યું હતું, ‘તૈમુરને જ્યારે ખબર પડી કે તે મોટો ભાઈ બની ગયો છે તો તે ઘણો જ ખુશ થયો હતો. સૈફ તો એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો. હું અંતરથી આશીર્વાદ આપું છું’

સૈફ અલી ખાને પેટરનિટી લીવ લીધી

સૈફ અલી ખાન 25 માર્ચ બાદ ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ શરૂ કરશે
સૈફ અલી ખાન 25 માર્ચ બાદ ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ શરૂ કરશે

એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈફે તેના ચોથા બાળકના જન્મ પર બ્રેક લેવાની વાત શેર કરી હતી. સૈફે જણાવ્યું કે સારાના જન્મ સમયે પણ તેણે કામથી બ્રેક લીધો હતો. સૈફે કહ્યું હતું, "હું કામથી રજા લઇ શકું છું, આ એક ઘણું સન્માનજનક પદ છે કારણકે બાકી સમય તો હું 9થી 5 એક્ટરની જેમ જીવું છું.' વધુમાં સૈફે કહ્યું હતું, 'હું એક એક્ટર છું અને મને આ કામ ઘણું પસંદ છે. હું મારા પરિવાર સાથે રહેવાનું, દુનિયા ફરવાનું, વાઈન પીવાનું અને મારા બાળકોને જોવાનું પસંદ કરું છું.' સૈફ અલી ખાને 25 માર્ચ સુધી લીવ લીધી છે.

કરીનાની પહેલી ડિલિવરી પણ C સેક્શન હતી

હોસ્પિટલમાં તૈમુરની સાથે કરીના કપૂર તથા સૈફ અલી ખાન
હોસ્પિટલમાં તૈમુરની સાથે કરીના કપૂર તથા સૈફ અલી ખાન

કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. આ સમયે પણ કરીનાએ ઓપરેશનથી જ દીકરાને જન્મ આપ્યો હતો.

કરીનાએ પહેલી તથા બીજી પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું

કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાઈરસ જેવો રોગચાળો પણ હતો. જોકે, કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ 19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.