73 વર્ષીય પોપ્યુલર એક્ટ્રેસ તથા ટીવી પ્રોડ્યૂસર મંજુ સિંહનું 14 એપ્રિલ, ગુરુવારના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. સિંગર તથા સ્ક્રીનરાઇટર સ્વાનંદ કિરકિરેએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. સ્વાનંદે દૂરદર્શન સાથેની વાતો વાગોળીને મંજુ સિંહને યાદ કર્યા હતા.
સિંગરે અવસાનના સમાચાર આપ્યા
સિંગરે લખ્યું હતું, 'મંજુ સિંહજી નથી. મંજુજી મને દિલ્હીથી મુંબઈ લાવ્યા હતા. દૂરદર્શન માટે તેમનો શો 'સ્વરાજ' લખવા માટે. તેમણે દૂરદર્શન માટે અનેક સારા શો 'એક કહાની', 'શો ટાઇમ' વગેરે બનાવ્યા હતા. ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'ગોલમાલ'ની રત્ના પ્રેમાળ મંજુજી તમારો પ્રેમ કેવી રીતે ભૂલી શકું. અલવિદા..'
ચાહકોએ શોક વ્યક્ત કર્યો
સ્વાનંદની પોસ્ટ પર સો.મીડિયા યુઝર્સે મંજુ સિંહની ફિલ્મને યાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે 2015માં ભારત સરકારે મંજુ સિંહને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનના મેમ્બર બનાવવા માટે નોમિનેટ કર્યા હતા.
અનેક શો પ્રોડ્યૂસ કર્યા હતા
મંજુ સિંહે 'સ્વરાજ', 'એક કહાની', 'શો ટાઇમ' જેવા શો પ્રોડ્યૂસ કર્યા હતા. તેઓ 'દીદી'ના નામથી લોકપ્રિયા હતા. બાળકોના શા 'ખેલ ખિલાડી'માં એન્કર તરીકે જોવા મળ્યા હતા.
1983માં ટીવી પ્રોડ્યૂસર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી
મંજુ સિંહે પોતાના ટીવી શોમાં નેશનલ, સોશિયલ તથા કલ્ચરલ ઇશ્યૂને હાઇલાઇટ કર્યા હતા. 1983માં તેમણે ટીવી પ્રોડ્યૂસર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. 'એક કહાની' અનેર રિઝનલ ભાષાની શોર્ટ સ્ટોરી પર આધારિત શો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.