ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ 2022:'ધ પાવર ઑફ ડૉગ' બેસ્ટ ફિલ્મ તો વિલ સ્મિથ બેસ્ટ એક્ટરથી સન્માનિત થયો

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

હોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ અવોર્ડની જાહેરાત થઈ ગઈ છે, જેમાં હોલિવૂડની ફિલ્મ તથા ટીવી શોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે મોશન પિક્ચર કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ 'ધ પાવર ઓફ ડૉગ'ને આપ્યો છે. મોશન કેટેગરીમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ વિલ સ્મિથને મળ્યો છે. તેને 'કિંગ રિચર્ડ' માટે આ અવોર્ડ મળ્યો છે. કોરોનાને કારણે આ વર્ષે અવોર્ડ સેરેમની દર્શકો વગર યોજાઈ હતી. આ વખતે સેરેમનીનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું નહોતું.

મોશન પિક્ચર્સ કેટેગરી અવોર્ડ લિસ્ટ

 • ધ પાવર ઓફ ડોગઃ બેસ્ટ ફિલ્મ
 • વેસ્ટ સાઇડ સ્ટોરીઃ બેસ્ટ ફિલ્મ મ્યૂઝિકલ/કોમેડી
 • નિકોલ કિડમેનઃ બેસ્ટ એક્ટ્રેસ
 • વિલ સ્મિથઃ બેસ્ટ એક્ટર
 • રેચલ જેગ્લરઃ બેસ્ટ એક્ટ્રેસ મ્યૂઝિકલ/કોમેડી
 • એન્ડ્ર્યૂ ગારફીલ્ડઃ બેસ્ટ એક્ટર મ્યૂઝિકલ/કોમેડી
 • એરિયાના ડેબોસઃ બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ
 • કોડી સ્મિટ-મક્ફીઃ બેસ્ટ એક્ટર સપોર્ટિંગ
 • જેન કેમ્પિયનઃ બેસ્ટ ડિરેક્ટર
 • કેનેથ બ્રનાઘઃ બેસ્ટ સ્ક્રીનપ્લે
 • એનકેન્ટોઃ બેસ્ટ એનિમેશન ફિલ્મ
 • ડ્રાઇવ માય કારઃ બેસ્ટ નોન ઇંગ્લિશ ફિલ્મ
 • ડ્યૂનઃ બેસ્ટ ઓરિજિનલ સ્કોર
 • નો ટાઇમ ટૂ ડાયઃ બેસ્ટ સોંગ

ટેલિવિઝન કેટેગરી અવોર્ડ્સ લિસ્ટ

 • સક્સેશનઃ બેસ્ટ સિરીઝ
 • હેક્સઃ બેસ્ટ સિરીઝ મ્યૂઝિકલ/કોમેડી
 • ધ અન્ડરગ્રાઉન્ડ રેલરોડઃ બેસ્ટ ટીવી મોશન પિક્ચર
 • કેટ વિન્સલેટઃ બેસ્ટ એક્ટ્રેસ
 • એમજે રોડ્રિગ્ઝઃ બેસ્ટ એક્ટ્રેસ પર્ફર્મોન્સ
 • જેરેમી સ્ટ્રોંગઃ બેસ્ટ એક્ટર પર્ફોર્મોન્સ
 • જીન સ્માર્ટઃ બેસ્ટ એક્ટ્રેસ પર્ફોર્મન્સ મ્યૂઝિકલ/કોમેડી
 • જેસન સુદેકિસઃ બેસ્ટ એક્ટર પર્ફર્મોન્સ મ્યૂઝિકલ/કોમેડી
 • સારા સ્નૂકઃ બેસ્ટ એક્ટ્રેસ પર્ફોર્મન્સ સપોર્ટિંગ
 • ઓ યોંગ સૂઃ બેસ્ટ એક્ટર પર્ફોર્મન્સ સપોર્ટિંગ
અન્ય સમાચારો પણ છે...