પોર્ન ફિલ્મ રેકેટ:રાજ કુંદ્રાની ધરપકડ પર ગેહના વશિષ્ઠનું નિવેદન સામે આવ્યું, કહ્યું- કોર્ટ નક્કી કરશે કે અસલી ગુનેગાર કોણ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે ગંદી બાત ફેમ એક્ટ્રેસ ગેહના વિશષ્ઠનું નિવેદન સામે આવ્યું છે
  • આ કેસમાં ગેહના વશિષ્ઠની પણ ધરપકડ થઈ હતી. અત્યારે તે જામીન પર બહાર છે
  • નિવેદનમાં કહ્યું- કાયદો પોતાનું કામ કરશે. અમને મુંબઇ પોલીસ પર પૂરો વિશ્વાસ છે

સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાંચ ટીમે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરી. આ ધરપકડ અશ્લીલ વીડિયોના શૂટિંગ કેસમાં થઈ છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ હવે ગંદી બાત ફેમ એક્ટ્રેસ ગેહના વિશષ્ઠનું નિવેદન સામે આવ્યું છે. ગેહનાનું કહેવું છે કે, તેણે પોલીસ પર વિશ્વાસ છે. કાયદો તેનું કામ કરશે અને ટ્રાયલ દરમિયાન અદાલત નક્કી કરશે કે અસલી આરોપી કોણ છે. આ કેસમાં ગેહના વશિષ્ઠની પણ ધરપકડ થઈ હતી. અત્યારે તે જામીન પર બહાર છે.

ગેહના વશિષ્ઠે નિવેદનમાં કહ્યું- કાયદો પોતાનું કામ કરશે. અમને મુંબઇ પોલીસ પર પૂરો વિશ્વાસ છે, જે સારું કામ કરી રહી છે. અંતે ટ્રાયલ દરમિયાન અદાલત નક્કી કરશે કે અસલી ગુનેગાર કોણ છે અને કયા અન્ય આરોપીઓનો ઉપયોગ બીજા દ્વારા કરવામાં આવ્યો હતો.

હજી ધરપકડ બાકી છે
આ નિવેદનની સાથે ગેહનાએ પણ સંકેત આપ્યો છે કે આ કેસમાં હજી અન્ય લોકોની ધરપકડ થવાની બાકી છે. એક્ટ્રેસે કહ્યું- હું આ મામલે વધુ ટિપ્પણી કરવા નથી માગતી, કેમ કે હું આ જ કેસમાં જામીન પર બહાર છું અને હું મારા વ્યક્તિગત બચાવના હકને નુકસાન પહોંચાડવા નથી માગતી. જો કે, પોલીસે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કેમ કે, હજી ઘણા રહસ્યો છે જે સામે આવવાના બાકી છે.

આ નિવેદન બાદ જ્યારે ગેહના વશિષ્ઠ સાથે સંપર્ક કર્યો તો તેણે આ નિવેદનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તે અત્યારે આ મામલે કંઈ કહેવા નથી માગતી કેમ કે, તેની તબિયત સારી નથી. આટલું કહેતા ગેહના રડવા લાગી હતી.

મોડલ ગેહના વશિષ્ઠે હવે આ મામલે વાત કરતા જણાવ્યું કે, હું માત્ર એટલું કહેવા માગું છું કે, કોઈપણ પોર્ન નથી બનાવી રહ્યું. નોર્મલ વીડિયો હતા, જેવા એકતા કપૂરની 'ગંદી બાત'માં છે અને એવી ઘણી ફિલ્મો છે, જેમાં બોલ્ડ કન્ટેન્ટ હોય છે. તેમ છતાં તેમાં બોલ્ડનેસ ઓછું છે. આવું કહેવું ખોટું છે કે આટલા વીડિયો મળી આવ્યા. પહેલા એ જોવું જોઈએ કે, તે પોર્ન છે કે નહીં. અમારો કોઈપણ એવો વીડિયો પોર્ન કેટેગરીમાં નથી આવતો. તમામ 18 વર્ષથી ઉપરના લોકો પોર્ન અને ઈરોટિકમાં ફરક સમજે છે. મુંબઈ પોલીસ પર મને વિશ્વાસ છે. વસ્તુઓને ખોટી નહીં બતાવે. સાચી બતાવશે. કેટલાક લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. નોર્મલ બોલ્ડ વીડિયો છે પોર્ન નથી. શિલ્પા શેટ્ટીનું નામ વારંવાર લેવામાં આવી રહ્યું છે. મારી બધાને વિનંતી છે કે ઈરોટિકાને પોર્ન સાથે મિક્સ ન કરો.

ગેહના વશિષ્ઠને જૂનમાં જામીન મળ્યા હતા. તે સારવાર માટે બહાર આવી હતી. જુલાઈની શરૂઆતમાં ગેહનાને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ પહેલી વખત નથી જ્યારે ગેહનાને હાર્ટ અટેક આવ્યો હોય. આ તેનો બીજો હાર્ટ અટેક હતો. અગાઉ જ્યારે તેને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારે તેને ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તેમજ ગેહના ડાયાબિટીસની દર્દી છે, જેને સમયસર ઇન્સ્યુલિન ન મળવા પર તબીયત ખરાબ થઈ જાય છે. જેલમાંથી બહાર આવતા પહેલા પાંચ મહિના સુધી ગેહના જેલમાં રહી હતી. પહેલો હાર્ટ અટેક તેને જેલમાં જ આવ્યો હતો.

ગેહના વશિષ્ઠે અશ્લીલ વીડિયો કેસમાં પોતાની સફાઈ આપવાની સાથે કહ્યું કે તે ઈરોટિક અને પોર્નની વચ્ચે કન્ફ્યુઝનના કારણે પાંચ મહિના સુધી જેલમાં હતી. તે ઘણી બીમાર થઈ ગઈ હતી. તેનો ફોન અને લેપટોપ પોલીસે જપ્ત કર્યો હતો. તેની લાઈફ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં વિનંતી છે કે સાચી વાત બધાની સામે આવે.