તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્ન ફિલ્મ કેસ:ગેહના વશિષ્ઠે શિલ્પાને સપોર્ટ કરી કહ્યું, શિલ્પા સાચું બોલી રહી છે, હોટશોટ એપમાં પોર્ન ફિલ્મો નહીં પણ ઈરોટિક ફિલ્મો હતી

2 મહિનો પહેલા
ફેબ્રુઆરી મહિનામાં ગેહનાની ધરપકડ થઈ હતી
  • ગેહનાએ કહ્યું, હોટશોટે ક્યારેય પોર્ન ફિલ્મ બનાવી નથી, આ એપ વિશે શિલ્પાને કઈ ખબર નથી

રાજ કુંદ્રાની પોર્ન કન્ટેન્ટવાળી એપનાં ઘણા પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલી ગેહના વશિષ્ઠે શિલ્પા શેટ્ટીને સપોર્ટ કર્યો છે. શિલ્પાએ હાલમાં જ તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું છે તેમાં તેણે કહ્યું કે, રાજની હોટશોટ એપ પર પોર્ન કન્ટેન્ટ નહીં પણ બોલ્ડ અને ઈરોટિક કન્ટેન્ટ દેખાડવામાં આવે છે. ગેહનાએ શિલ્પાના આ જ સ્ટેટમેન્ટનું સમર્થન કર્યું છે.

‘શિલ્પા સાચું બોલી રહી છે’
ગેહનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, શિલ્પા સાચું બોલી રહી છે. હોટશોટ એપ પર એવું કોઈ કન્ટેન્ટ નથી જેને તમે પોર્નોગ્રાફી કહી શકો. મને ખબર છે ત્યાં સુધી શિલ્પાને હોટશોટ વિશે કઈ ખબર નથી. હોટશોટે ક્યારેય પોર્ન ફિલ્મ બનાવી નથી. એપ પર બધી ફિલ્મો બોલ્ડ, ઈરોટિક અને હોટ ફિલ્મ છે પરંતુ કોઈ પણ પોર્ન ફિલ્મ નથી.

રાજ કુંદ્રાને પણ સપોર્ટ કર્યો હતો
આની પહેલાં રાજની ધરપકડ પછી ગેહનાએ એક ઇન્ટરવ્યૂમાં રાજનો પક્ષ લઈને પૂનમ પાંડે પર નિશાન તાક્યું હતું. વર્ષ 2011માં પૂનમે કહ્યું હતું કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઈ જશે. તે વર્ષોથી ન્યૂડ વીડિયો બનાવતી રહી. આવા લોકો કેવી રીતે કહી શકે કે, રાજે તેમને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલ્યા? આ લોકો રાજની કંપની લોન્ચ થઈ તે પહેલાંથી વીડિયો બનાવી રહ્યા છે. આજે પૂનમ રાજ સાથે નથી, પોતાના પતિ સાથે ન્યૂડ વીડિયો શૂટ કરે છે. એક માણસ અત્યારે ફસાઈ ગયો છે અને દરેક સ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ગેહનાએ પોતાની ધરપકડ પર કહ્યું હતું, મને જાણી જોઇને ફસાવવામાં આવી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ સેન્સરશિપ નથી, લોકો જે ઈચ્છે તે બનાવી શકે છે, પરંતુ રાજની એપમાં જે વીડિયો છે તેને પોર્ન ના કહી શકો. હાલ OTT પ્લેટફોર્મ પર હોય છે તેવું જ કન્ટેન્ટ છે, તેવામાં મને અને રાજ કુંદ્રાને ટાર્ગેટ કેમ કરો છો?

ગેહનાની ધરપકડ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી
મુંબઈ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં ગેહના વશિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. એ પછી વધુ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં બે FIR ફાઈલ થઈ હતી. એક્ટર્સને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.

શૂટ કરેલી ફિલ્મોને પેડ મોબાઈલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવી હતી. એ પછી પોલીસે આ કેસ સાથે જોડાયેલી વધુ એક વ્યક્તિ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ પછી પોલીસને એક મોટી લીડ મળી હતી અને પોર્ન ફિલ્મોના રેકેટમાં રાજ કુંદ્રાનું કનેક્શન ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...