તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્નોગ્રાફી કેસ:ગેહના વશિષ્ઠે ન્યૂડ ફોટોશૂટ કરાવીને કહ્યું, ના હું નશામાં છું અને ના મારું શોષણ થયું છે

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેહના વશિષ્ઠે સો.મીડિયામાં ન્યૂડ ફોટોશૂટ શૅર કર્યું છે.

શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જુલાઈ મહિનાથી જેલમાં બંધ છે. આ કેસમાં ગેહના વશિષ્ઠનું નામ પણ સામે આવ્યું છે. ગેહના પણ પોર્નોગ્રાફી કેસમાં જેલમાં જઈ આવી છે અને હાલમાં જામીન પર છે. હાલમાં જ ગેહનાનું ન્યૂડ ફોટોશૂટ વાઇરલ બન્યું છે.

સો.મીડિયામાં ન્યૂડ ફોટોશૂટ શૅર કર્યું
ગેહનાએ સો.મીડિયામાં પોતાનું ન્યૂડ ફોટોશૂટ શૅર કર્યું છે. ગેહનાએ માત્ર તસવીરો જ શૅર નથી કરી, પરંતુ સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે.

શું કહ્યું છે પોસ્ટમાં?
ગેહનાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'જ્યારે હયાત રીજન્સીમાં આ શૂટિંગ ચાલતું હતું ત્યારે અમે અંદાજે 20 લોકો હતા. મારું કોઈ શોષણ થયું નથી અને મેં કોઈ દારૂ પીધો નથી અને સેટ પર જ્યૂસ પણ લીધો નથી. હું પૂરી ભાનમાં છું. હું રીક્ષામાં સેટ પર ગઈ હતી અને બીજી રીક્ષામાં ઘરે સલામત રીતે પાછી આવી. મને મારા પૈસા પણ મળી ગયા છે. સૌથી મહત્ત્વની વાત મારી ઉંમર 18 વર્ષથી વધુ છે અને આર્ટિસ્ટ છું.'

વધુમાં ગેહનાએ કહ્યું હતું, 'મહેરબાની કરીને દોઢ વર્ષ કે તેથી વધુ સમય બાદ મારા પ્રોડ્યૂસર્સ પર 370, 376 તથા 354ની કલમ લગાડવી નહીં.' ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કલમ મહિલા વિરુદ્ધ અત્યાચાર કરવામાં આવ્યા હોય ત્યારે લગાવવામાં આવે છે. ગેહનાએ છેલ્લે કહ્યું હતું, 'જો કોઈને મારા ફોટોઝ અશ્લીલ લાગતા હોય તો તેઓ મને સરળતાથી બ્લોક કરી શકે છે. આ મારી વૉલ છે અને મને મારી મરજી પ્રમાણે પોસ્ટ કરવાનો અધિકાર છે.'

ગેહનાનું ન્યૂડ ફોટોશૂટ...

મહિના પહેલાં સો.મીડિયામાં ન્યૂડ થઈને લાઇવ થઈ હતી
ગેહનાએ કહ્યું હતું, મિત્રો હું તમારી સામે લાઇવ બેઠી છું. મને કહો કે શું હું વલ્ગર લાગી રહી છું અથવા ચીપ લાગું છું? ક્યાંયથી પણ એવું લાગી રહ્યું છે કે તમે પોર્નની કેટેગરીમાં આને કાઉન્ટ કરી શકો. વિશ્વાસ કરો કે મેં અત્યારે કંઈ જ પહેર્યું નથી છતાં પણ તમે આને પોર્નની કેટેગરીમાં કાઉન્ટ કરતા નથી. જોકે, અન્ય વીડિયોમાં મેં સારા કપડાં પહેર્યા છે, છતાં તમે તેને પોર્ન કહો છો. આ વાત તો ખોટી છે. તમામ લોકો કહે છે કે મેં પોર્ન ફિલ્મનું શૂટિંગ કર્યું. અત્યારે મેં કંઈ પહેર્યું નથી તો પણ તમે આને પોર્ન કહેતા નથી.'

વીડિયો શૅર કરીને શું કહ્યું?
ગેહનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કપડાં વગર લાઇવ, હું આ વીડિયોમાં કપડાં પહેર્યા વગર લાઇવ છું, પરંતુ કોઈ આને પોર્ન કહેતું નથી. જ્યારે હું કપડાં પહેરું છું તો કેટલાંક લોકો તેને પોર્ન કહે છે. હિપોક્રસીની તો હદ છે.'

ગેહનાની ધરપકડ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી
મુંબઈ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં ગેહના વશિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. એ પછી વધુ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં બે FIR ફાઈલ થઈ હતી. એક્ટર્સને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.

શૂટ કરેલી ફિલ્મોને પેડ મોબાઈલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવી હતી. એ પછી પોલીસે આ કેસ સાથે જોડાયેલી વધુ એક વ્યક્તિ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ પછી પોલીસને એક મોટી લીડ મળી હતી અને પોર્ન ફિલ્મોના રેકેટમાં રાજ કુંદ્રાનું કનેક્શન ખબર પડી હતી.

ગેહના વશિષ્ઠ ન્યૂડ થઈને લાઈવ થઈ તેનો વીડિયો

અન્ય સમાચારો પણ છે...