તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીતા બસરાની ગોદ ભરાઈ:વર્ચ્યુઅલી બેબી શૉવર પાર્ટી યોજી, હરભજન સિંહ સાથેની તસવીરો શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • ગીતા બસરાએ જન્મદિવસના બીજા દિવસે સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ તથા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજીવાર પ્રેગ્નન્ટ છે. ગીતા હાલમાં પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. હાલમાં જ ગીતા-હરભજને બેબી શૉવરનું આયોજન કર્યું હતું. ગીતાએ સો.મીડિયામાં આ પ્રસંગની તસવીર શૅર કરી છે.

વર્ચ્યુઅલ બેબી શૉવર
કોરોનાને કારણે ગીતા બસરાના બેબી શૉવરમાં માત્ર પતિ તથા દીકરી જ જોવા મળ્યા હતા. જોકે, તેના મિત્રોએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. ગીતાએ બ્લૂ રંગનો પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો હતો. ગીતાએ પરિવાર સાથે આ પ્રસંગ સેલિબ્રેટ કર્યો હતો. ગીતા બસરા આવતા મહિને એટલે કે જુલાઈમાં બીજા સંતાનને જન્મ આપશે.

તસવીરો શૅર કરીને આ વાત કહી
ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, મારી સૌથી પ્રેમાળ છોકરીઓ. આટલું સુંદર તથા સ્વીટેસ્ટ બેબી શૉવર સરપ્રાઈઝ. ખબર નહીં હું તમારા બધા વગર શું કરીશ. તમે બધાએ મને સ્પેશિયલ ફીલ કરાવ્યું. આવી જ ક્ષણોને એકબીજાની સાથે સેલિબ્રેટ ના કરવાથી એકબીજાને મિસ કરીએ છીએ. વિશ્વના વિવિધ હિસ્સામાં બેઠેલા તમામ લોકો ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ શક્યા તે માટે ભગવાનનો આભાર. મારા જીવનમાં હું તમને તથા પતિ હરભજનને મેળવીને ઘણી જ ધન્ય છું. આટલો સારો સાથી હોવા પર ઘણું જ સારું.

બેબી શૉવરની તસવીરો

જન્મદિવસની બીજા દિવસે પ્રેગ્નન્સીની જાહેરાત કરી
13 માર્ચના રોજ ગીતાએ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસના બીજા દિવસે એટલે કે 14 માર્ચના રોજ ગીતા બસરાએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કમિંગ સૂન...જુલાઈ 2021.' ગીતા તથા હરભજને 2015માં 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જલંધરમાં યોજાયા હતા. લગ્ન પહેલાં બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ લંડનમાં દીકરી હિમાયાને જન્મ આપ્યો હતો.

ગીતાએ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ગીતાએ 2006માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'દિલ દિયા હૈ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે 'ધ ટ્રેન', 'ઝિલ્લા ગાઝિયાબાદ', 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળી હતી. ગીતા છેલ્લે 2016માં 'લોક'માં જોવા મળી હતી.