તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વર્ષથી બોલિવૂડથી દૂર:હરભજન સિંહ સાથે લગ્ન પછી એક્ટિંગની દુનિયાને કેમ અલવિદા કહ્યું? ગીતા બસરાએ પોતે જ કારણ કહ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
37 વર્ષીય ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કમિંગ સૂન...જુલાઈ 2021' - Divya Bhaskar
37 વર્ષીય ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કમિંગ સૂન...જુલાઈ 2021'
  • જુલાઈ સુધીમાં બીજા બાળકને જન્મ આપશે
  • ગીતાએ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા હાલ પ્રેગ્નન્ટ છે અને જુલાઈ સુધીમાં બીજા બાળકને જન્મ આપશે. ગીતાએ પોતાના એક્ટિંગ કરિયરમાં બ્રેક વિશે વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા પછી તે કેમ ફિલ્મોથી દૂર થઇ ગઈ?

ગીતાએ કહ્યું, ‘મારી માતા એક વર્કિંગ મધર હતી અને તેમણે પરિવાર ઘણી સારી રીતે સાચવ્યો. આજે મારી પાસે જે પણ છે તે બધું તેમના લીધે જ છે. હું તેમનામાંથી પ્રેરણા લઉં છું અને માનું છું કે મહિલાઓએ તેમના કોઈ પણ પેશનને છુપાવવા ના જોઈએ.’

વધુમાં તેણે કહ્યું, ‘માતા હોવું એ સુંદર અનુભવમાંથી એક છે. હું મારી દીકરી હિનાયા સાથે વિતાવેલી દરેક પળને એન્જોય કરું છું. આ પર્સનલ ચોઈસ છે કે મારે કામ કરવું નથી. હું મધરહૂડ એન્જોય કરી રહી છું અને આ સમયે ઘણી ખુશ છું. હું મારી દીકરીની સુંદર પળો જેમ કે, પ્રથમ વોક, પ્રથમ હાસ્ય અને તેના ફર્સ્ટ વર્ડને મિસ કરવા માગતી નથી. મને ખબર છે કે મધરહૂડ તમને કોઈ ઓળખ આપતું નથી પણ આ પર્સનલ ચોઈસ છે. હું પહેલાં એક્ટિંગ કરતી હતી અને એન્જોય પણ કરતી હતી અને હવે હું બીજીવાર રેડી થઇશ ત્યારે કામ પર પરત ફરીશ.’

37 વર્ષીય ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કમિંગ સૂન...જુલાઈ 2021.' ગીતા તથા હરભજને 2015માં 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જલંધરમાં યોજાયા હતા. લગ્ન પહેલાં બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ લંડનમાં દીકરી હિનાયાને જન્મ આપ્યો હતો.

દીકરી હિનાયા સાથે હરભજન તથા ગીતા બસરા
દીકરી હિનાયા સાથે હરભજન તથા ગીતા બસરા

ગીતાએ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ગીતાએ 2006માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'દિલ દિયા હૈ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે 'ધ ટ્રેન', 'ઝિલ્લા ગાઝિયાબાદ', 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળી હતી. ગીતા છેલ્લે 2016માં 'લોક'માં જોવા મળી હતી.

ગીતા તથા હરભજને લગ્ન પહેલાં 5 વર્ષ ડેટિંગ કર્યું હતું,
ગીતા તથા હરભજને લગ્ન પહેલાં 5 વર્ષ ડેટિંગ કર્યું હતું,

કોમન ફ્રેન્ડે પહેલી મુલાકાત કરાવી
ભજ્જી તથા ગીતાની મુલાકાત 2007માં કોમન ફ્રેન્ડે કરાવી હતી. ભજ્જી તથા ઇંગ્લેન્ડના પોર્ટ્સમાઉથથી આવેલી ગીતાની પહેલી મુલાકાતમાં માત્ર હાય-હેલ્લો જ થયું હતું. ગીતા બોલિવૂડમાં કરિયર બનાવવામાં બિઝી હતી તો ભજ્જી ક્રિકેટમાં. જોકે, ગીતા બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

ક્રિકેટ બાદ હવે હરભજન એક્ટિંગમાં નસીબ અજમાવતો જોવા મળશે
ક્રિકેટ બાદ હવે હરભજન એક્ટિંગમાં નસીબ અજમાવતો જોવા મળશે

ક્વિક એન્ટ્રી, લાઈમ લાઈટ સફર શરૂ થઈ
2008માં હરભજન સિંહ રિયાલિટી શો 'એક હસીના, એક ખિલાડી'માં જોવા મળ્યો હતો. આ શોમાં ભજ્જીની ડાન્સ પાર્ટનર મોના સિંહ હતી. આ જોડીએ શો જીત્યો હતો. શોના પ્રોમશન દરમિયાન હરભજન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. અહીંયા તે પહેલી જ વાર ગીતા બસરા સાથે જોવા મળ્યો હતો.

હરભજન 2011માં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો અને તેણે ટીમને જીત અપાવી હતી
હરભજન 2011માં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો અને તેણે ટીમને જીત અપાવી હતી

હરભજન 10 મહિના સુધી ગીતાની પાછળ પડ્યો હતો
ગીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ક્યારેય રિલેશનશિપમાં રહેવા માગતી નહોતી. તે ભારતમાં નવી નવી હતી અને ઈન્ડસ્ટ્રીમાં તેને વધુ સમય પણ થયો નહોતો. 'ધ ટ્રેન' રિલીઝને થોડાંક દિવસો થયા હતા અને તેનું ફોકસ માત્રને માત્ર ફિલ્મ પર હતું. તેને ખ્યાલ હતો કે જો તે રિલેશનશિપના ચક્કરમાં પડી તો બધું જ બદલાઈ જશે. હરભજન 10 મહિના સુધી તેની પાછળ પડ્યો હતો. તે માને છે કે તેમને નજીક લાવવામાં મીડિયાનો ઘણો જ મોટો રોલ રહ્યો છે. તેને એક દિવસ અહેસાસ થયો કે તે ઘણી સારી વ્યક્તિ છે અને તેનાથી વધારે સારી વ્યક્તિ તેને ક્યારેય મળી શકશે નહીં.