તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:હરભજન બીજીવાર પિતા બનશે, પત્ની ગીતા બસરાએ બેબી બમ્પની તસવીર શૅર કરીને કહ્યું- 'COMING SOON'

મુંબઈ6 મહિનો પહેલા
ગીતા બસરાએ 2015માં ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા
  • ગીતા બસરાએ જન્મદિવસના એક દિવસ બાદ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી

બોલિવૂડ એક્ટ્રેસ તથા ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ સો.મીડિયામાં બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ગીતાએ સો.મીડિયામાં બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી હતી. તસવીરમાં તે, હરભજન તથા દીકરી હિમાયા જોવા મળ્યા હતા. એક તસવીરમાં હિમાયાએ બ્લેક ટી-શર્ટ હાથમાં પકડી રાખી છે અને તે ટી શર્ટમાં લખ્યું છે, 'ટૂંક સમયમાં જ મોટી બહેન બની જઈશ.' ઉલ્લેખનીય છે કે 13 માર્ચના રોજ ગીતાએ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

ગીતા બસરાએ પોસ્ટમાં શું કહ્યું?

દીકરી હિમાયા સાથે હરભજન તથા ગીતા બસરા
દીકરી હિમાયા સાથે હરભજન તથા ગીતા બસરા

37 વર્ષીય ગીતા બસરાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કમિંગ સૂન...જુલાઈ 2021.' ગીતા તથા હરભજને 2015માં 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જલંધરમાં યોજાયા હતા. લગ્ન પહેલાં બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ લંડનમાં દીકરી હિમાયાને જન્મ આપ્યો હતો.

ગીતાએ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ગીતાએ 2006માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'દિલ દિયા હૈ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે 'ધ ટ્રેન', 'ઝિલ્લા ગાઝિયાબાદ', 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળી હતી. ગીતા છેલ્લે 2016માં 'લોક'માં જોવા મળી હતી.

ગીતા તથા હરભજને લગ્ન પહેલાં 5 વર્ષ ડેટિંગ કર્યું હતું, બંને વચ્ચેના બ્રેકઅપની વાતો પણ ચર્ચાઈ હતી
ગીતા તથા હરભજને લગ્ન પહેલાં 5 વર્ષ ડેટિંગ કર્યું હતું, બંને વચ્ચેના બ્રેકઅપની વાતો પણ ચર્ચાઈ હતી

કોમન ફ્રેન્ડે પહેલી મુલાકાત કરાવી
ભજ્જી તથા ગીતાની મુલાકાત 2007માં કોમન ફ્રેન્ડે કરાવી હતી. ભજ્જી તથા ઇંગ્લેન્ડના પોર્ટ્સમાઉથથી આવેલી ગીતાની પહેલી મુલાકાતમાં માત્ર હાય-હેલ્લો જ થયું હતું. ગીતા બોલિવૂડમાં કરિયર બનાવવામાં બિઝી હતી તો ભજ્જી ક્રિકેટમાં. જોકે, ગીતા બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

ક્વિક એન્ટ્રી, લાઈમ લાઈટ સફર શરૂ થઈ
2008માં હરભજન સિંહ રિયાલિટી શો 'એક હસીના, એક ખિલાડી'માં જોવા મળ્યો હતો. આ શોમાં ભજ્જીની ડાન્સ પાર્ટનર મોના સિંહ હતી. આ જોડીએ શો જીત્યો હતો. શોના પ્રોમશન દરમિયાન હરભજન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. અહીંયા તે પહેલી જ વાર ગીતા બસરા સાથે જોવા મળ્યો હતો.

ક્રિકેટ બાદ હવે હરભજન એક્ટિંગમાં નસીબ અજમાવતો જોવા મળશે
ક્રિકેટ બાદ હવે હરભજન એક્ટિંગમાં નસીબ અજમાવતો જોવા મળશે

હરભજન 10 મહિના સુધી ગીતાની પાછળ પડ્યો હતો
ગીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ક્યારેય રિલેશનશિપમાં રહેવા માગતી નહોતી. તે ભારતમાં નવી નવી હતી અને ઈન્ડસ્ટ્રીમાં તેને વધુ સમય પણ થયો નહોતો. 'ધ ટ્રેન' રિલીઝને થોડાંક દિવસો થયા હતા અને તેનું ફોકસ માત્રને માત્ર ફિલ્મ પર હતું. તેને ખ્યાલ હતો કે જો તે રિલેશનશિપના ચક્કરમાં પડી તો બધું જ બદલાઈ જશે. હરભજન 10 મહિના સુધી તેની પાછળ પડ્યો હતો. તે માને છે કે તેમને નજીક લાવવામાં મીડિયાનો ઘણો જ મોટો રોલ રહ્યો છે. તેને એક દિવસ અહેસાસ થયો કે તે ઘણો જ સારો વ્યક્તિ છે અને તેનાથી સારો વ્યક્તિ તેને ક્યારેય મળી શકશે નહીં.

હરભજન 2011માં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો અને તેણે ટીમને જીત અપાવી હતી
હરભજન 2011માં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો અને તેણે ટીમને જીત અપાવી હતી

આ ક્રિકેટર્સ પહેલી વાર પેરેન્ટ્સ બન્યા
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હાર્દિક પંડ્યાની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો હતો. ઝહિર ખાનની પત્ની સાગરિકા ઘાટગે પ્રેગ્નન્ટ છે.