હાલ અનન્યા પાંડેની કઝિન અલાના પાંડેના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. ગુરુવારના રોજ મુંબઈમાં અલાના અને આઇવર મેકક્રેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના લગ્નની પાર્ટીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ પાર્ટીના ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. હવે પાર્ટીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને કિંગ ખાનના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડેએ 16 માર્ચે બોયફ્રેન્ડ આઈવર મેકક્રે સાથે લગ્ન કર્યા હતા. આ પ્રસંગે બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પાર્ટીમાં સામેલ થઈ હતી, આ દરમિયાન લગ્નની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અલાનાના લગ્નની પાર્ટીનો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન એકસાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે અને તેણે ગૌરી ખાનનો હાથ પકડી રાખ્યો છે. ગૌરીએ ગોલ્ડન ગાઉન પહેર્યું છે. તેમણે એપી ધિલ્લોનના ગીત સાથે ડાન્સ કર્યો હતો. અગાઉ, ગૌરી ખાન અલાના પાંડે અને આઇવર મેકક્રેના લગ્નમાં ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી.
અલાના પાંડેના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. અલાના ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડે અને પત્ની ડીએન પાંડેની પુત્રી છે. લગ્નના ફંક્શનમાં અનન્યા તેના પિતા ચંકી અને ભાઈ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. અનન્યાએ તેના પિતા સાથે સાત સમંદર પર જોરદાર ડાન્સ કર્યો, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પંજાબી ગીત પર ડાન્સ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કિંગ ખાન બ્લેક સૂટ અને સફેદ શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની પત્ની ગૌરી ખાન પણ ગ્રીન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. બંને પંજાબી સિંગર એપી ધિલ્લોનના ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. તે જ સમયે, અલાનાની માતા ડિયાન પાંડે પણ તેની સાથે જોવા મળી હતી. ત્રણેય એકબીજાનો હાથ પકડીને ડાન્સ કરતા જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.